16 કરોડ નુ ઈન્જેકશન અયાંશ ને મફત મા મળશે ! બચી જશે માસુમ બાળકનો જીવ..

SMA એક ગંભીર બીમારી છે અને તેના ઈલાજ માટે 16 કરોડ રુપિયાના ઈન્જેકશન ની જરુર પડે છે જે એક સામાન્ય પરીવાર માટે અશક્ય છે જેના કારણે ભારત મા ઘણા બાળકો ના જીવ ગયા છે પરંતુ ઘણી એવી સામાજીક સંસ્થાઓ છે જે આવા પરીવારો ને મદદ પણ કરે છે. ગુજરાત ના ધૈર્મરાજ નામના બાળક ને impact guru ની મદદ થી 16 કરોડ રૂપિયા ભેગા કરી ને ઈન્જેકશન આપવામા આવ્યુ હતુ. પરંતુ આજે આપણે જે બાળક ની વાત કરવા જઈ રહ્યા છીએ એ બાળક ને સ્વિટ્ઝર્લૅન્ડ ની એક કંપની તરફ થી 16 કરોડ નુ ઈન્જેકશન ફ્રી મા આપવામા આવશે.

બીલાસપુર ના રાજકીશોરનગર ના રહેવાસી અંચલ અને આશુ ના ઘરે એક છ મહિના નો દિકરો અયાંશ છે જે એક ગંભીર બીમારી કે જેનુ નામ SMA થી પીડાઈ રહ્યો છે. આ બીમારી ને કારણે બાળક ને ઘણી સમસ્યા નો સામનો કરવો પડે છે અને આ બીમારી નો ઈલાજ કરવામા મા કરોડો રુપિયા વપરાઈ જાય છે.

આ બીમારી મા એક ખાસ ઈન્જેકશન આપવામાં આવે છે જેની કિંમત 16 કરોડ રૂપિયા છે અને તેને સ્વિસ કંપની નોવાર્ટિસ દ્વારા બનાવવામાં આવે છે. હવે આયંશને આ ઈન્જેક્શન મફતમાં મળશે. કારણ કે આ કંપની દર વર્ષે આ દુર્લભ રોગથી પીડાતા વિશ્વભરના 100 લોકોને આ ઈન્જેક્શન મફતમાં પૂરી પાડે છે. આ માટે, કંપની લોટરી સિસ્ટમ સાથે બહાર આવે છે. તેમાં અયાંશનું પણ આ વખતે તે 100 લોકોમાં નામ છે.

જ્યારે માતા પિતા ને આ બીમારી વિશે ખ્યાલ આવ્યો ત્યારે માતા પિતા એ અનેક સગા સંબંધીઓ પાસે મદદ માંગી હતી પરંતુ બે લાખ રુપીયા જ થયા પરંતુ જયારે લોટરી ની બાબત નો ખ્યાલ આવ્યો ત્યારે તેવો એ તેમાજ અયાંશ નુ નામ મોકલ્યું હતુ જેમાં તેનુ નામ આવ્યુ હતુ.

અયાંશ ને હાલ ઈન્જેકશન નહી લગાવી શકાય કારણકે તને હાલ નીમોનીયા થયો છે અને આ ઈન્જેકશન જયારે આવશે ત્યારે બેંગલુરુ ની એક હોસ્પીટલ મા અયાંશ ને આપવામા આવશે.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *