Gujarat

ગરમી ના પ્રકોપ વચ્ચે હવામાન વિભાગ ની મોટી આગાહી ! આ તારીખ થી ગુજરાત ના આ ક્ષેત્રો મા વરસાદ ખાબકશે

હાલમાં દિવસેને દિવસે ગુજરાતમાં ગરમીનો પ્રકોપ વધી રહ્યો, ત્યારે પ્રિ મોન્સુન એક્ટિવિટીની શક્યતાઓ વધી રહી છે. હાલમાં જ ગરમી ના પ્રકોપ વચ્ચે હવામાન વિભાગ ની મોટી આગાહી ! આ તારીખ થી ગુજરાત ના આ ક્ષેત્રો મા વરસાદ ખાબકશે. ચાલો અમે આપને આ આગાહી વિશે વિગતવાર માહિતી જણાવીએ કે, ગુજરાતમાં કયાં કયાં વરસાદ થવાની શક્યતાઓ છે.

પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર આગામી ત્રણ દિવસ પ્રી-મોન્સૂન એક્ટિવિટી અંતર્ગત રાજ્યના દક્ષિણ ભાગમાં 11થી 13 મે દરમિયાન વિવિધ જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદની શક્યતાઓ છે. વરસાદ થવાના કારણે આગામી ત્રણ દિવસ બાદ દક્ષિણ ગુજરાતમાં ગરમીનું પ્રમાણ ઘટશે.

આજથી બે દિવસ બાદ એટલે કે 11થી 13 મે દરમિયાન દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી અંતર્ગત વરસાદની શક્યતાઓ છે, જેમાં 11 મેના રોજ નર્મદા, તાપી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં પવન સાથે વરસાદ પડશે.

12 મેના રોજ અરવલ્લી, સાબરકાંઠા, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, વલસાડ, દમણમાં છૂટોછવાયો સામાન્ય વરસાદ રહેશે. 13 મેએ સુરત, નર્મદા, દાહોદ, વલસાડ, નવસારી, દમણ, દાદરાનગર હવેલી, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી અંતર્ગત સામાન્ય વરસાદની શક્યતાઓ છે. આજે અખાત્રીજ છે, ત્યારે કાલથી કમોસમી વરસાદ થશે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!