Gujarat

સુરતમાં પાંચ વર્ષના બાળકનું કમકમાટી ભર્યું મોત થયું, પૂરી ઘટના જાણીને તમારું હૈયું કંપી ઉઠશે…. કાન્સ્ટ્રકશન સાઈટ પર

હાલમાં જ એક ચોંકાવનારી ઘટના બની છે. આ કિસ્સો દરેક માતા પિતાઓ માટે ચેતવણી સમાન છે. આપણે જાણીએ છે કે નાના બાળકોમને નજર સમક્ષ જ રાખવા જોઈએ કારણ કે એક પળ માટે પણ તેના પરથી નજર જાય એટલે કંઈક કરી બેસે છે. હાલમાં જ એક જ ચોંકાવનારી ઘટના સામે આવી છે.

સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે સુરતના યોગીચોક વિસ્તારમાં  કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરતા મજૂર દંપતીના પુત્રનું ત્રીજા માળેથી પટકાતા મોત થયું. આ ઘટના અંગે વિગતવાર જાણીએ તો તા. 28 ના રોજ આ ઘટના બની હતી. જેથી તેને સારવાર અર્થે હોસ્પિટલ દાખલ કરતા બાળકનું મોત થયું હતું. મૂળ રાજસ્થાનના બીજોરી ગામના વતની અને ચાર થી પાંચ વર્ષ અગાઉ રોજગારી અર્થે સુરત આવેલા બહાદુર ભાઈ ભાભોર અને તેમની પત્ની બે બાળકો સાથે વરાછા ખાતે રહે છે.

તા. 28 માર્ચના રોજ બહાદુર ભાઈ તેમની પત્ની સાથે યોગીચોક વિસ્તારમાં મહાલક્ષ્મી સોસાયટી નજીક નવા બનતી બિલ્ડીંગમાં મજુરી કામ અર્થે બાળકને લઈ ને ગયા હતા. બપોરના સમયે આ પરિવાર જમીને આરામ કરી રહ્યું હતુ. ત્યારબાદ પતી પત્ની થોડીવાર મા ઉઠીને કામ કરવા લાગ્યા હતા તે સમયે ત્રીજા માળે સુતુ તેમનો પાંચ વર્ષનો બાળક અચાનક નીચે પટકાયો હતો.

બાળકના મોત બાદ આ મામલે સમાજના આગેવાન હિતેશ ભાઈ મૂદવાડાએ જણાવ્યું હતું કે ઘટના બાદ બાળકને હોસ્પિટલ પહોચ્યા હતા અને આ બાબતે કોન્ટ્રાક્ટરને ફોન કરીને જાણ કરતા તેઓએ ખાનગી હોસ્પિટલમાં લાખ્ખોની ખર્ચો થતો હોવાને કારણે બાળકને સ્મીમેરના હોસ્પિટલમાં દાખલ કર્યો હોવાનું જણાવ્યું હતુંઆ સમગ મામલે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!