Gujarat

અમદાવાદમાં વેપારીને ફેસબુક પર એક મેસેજ 62 લાખ રૂપિયામાં પડ્યો!! ઠગોએ એવી રીતે રૂપિયા ખંખેર્યા કે જાણી તમારા હોશ ઉડશે..

હાલમાં સોશિયલ મીડિયા પર એક ચોંકાવનાર કિસ્સો આવ્યો છે, આ બનાવ દરેક યુવાનો માટે ચેતવણી સમાન છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, અમદાવાદના બોપલમાં એક બિલ્ડર સાથે ફેસબુકથી મિત્રતા કરીને યુવતી અને તેની ગેંગે 62 લાખ રૂપિયા પડાવી લીધા. આ બનાવ અંગે વધુ વિગત જાણીએ.

સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, બિલ્ડર સંજય પટેલને વર્ષ 2021માં પલક પટેલ નામની યુવતીની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી અમે ત્યારબાદ મિત્રતા થઈ હતી. બિલ્ડરને બિઝનેસમાં વધુ ફાયદો મળશે એવી લાલચ આપીને થી જુદા જુદા મોબાઈલ નંબર પર પૈસા ટ્રાન્સફર કરાવીને ટુકડે ટુકડે 62 લાખ પડાવી લીધા હતા.

બિલ્ડરે નાણા પાછા માગ્યા. ત્યારે આરોપીઓએ 38 લાખ પાછા આપવા 1.40 લાખ પ્રોસેસિંગ ફી માગી. જે બાદ બિલ્ડરે પૈસા લેવા પકવાન ચાર રસ્તા પૈસા બોલાવ્યા. બાદમાં ફરી 70 લાખ આપવાનું કહીને બિલ્ડર પાસે 3.40 લાખ માગ્યા હતા

આખરે બિલ્ડરે પલક પટેલ, રાજેશ પટેલ, હેમલ પટેલ, રૂહાની અને હાર્દિક પ્રજાપતિ સામે બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી આખરે પોલીસે 24 સપ્ટેમ્બરે ભેજાબાજ હાર્દિક પ્રજાપતિને ઝડપી પાડ્યો. અન્ય સાગરિતો હાલમાં ફરાર છે જેથી પોલીસ તપાસ કરી રહી છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!