વડોદરામાં ભાડેના મકાનમાં રહેતા વ્યક્તિને આવ્યું લાખો રૂપોયાનું લાઈટ બિલ!! સ્માર્ટ મીટર નખાવતા 9 લાખથી વધુ…
હાલમાં ગુજરાતમાં માત્ર ને માત્ર સ્માર્ટ મીટરને લઈને વિવાદ ચાલી રહ્યો છે, લોકોનું કહેવું છે કે આ મીટરના કારણે લોકોને વીજ બિલ પણ વધુ આવી રહ્યું છે. જુના મીટરના બદલે નવા મીટર પ્રિ પેઈડ છે, જેથી હવે લોકોએ પહેલા પૈસા ચૂકવવા પડશે, ત્યાર બાદ વીજ વપરાશ થઇ શકશે. અનેક લોકો સ્માર્ટ મીટરને નકારી રહ્યા છે કારણ કે લોકોનું માનવું છે કે, લોકોનું બિલ વધુ આવી રહ્યું છે. હાલમાં જ વડોદરામાં ભાડે રહેતા એક વ્યક્તિને 9 લાખ જેટલું બીલ આવ્યું! વિચાર કરો કે 9 લાખ રૂપિયાનું બિલ કઈ રીતે આવી શકે? હાલમાં સોશિયલ મીડિયા પર આ બિલનો મેસેજ વાયરલ થઇ રહ્યો છે. આ મેસેજની હકીકત શું છે તે જણાવીએ.
વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતા મૃત્યુંજયને વીજ બિલના 9,24,254 રૂપિયા બાકી છે, તેવો મેસેજ આવ્યો. બૉલીવુડની ફિલ્મ બત્તી ગુલ મીટર ચાલુ જેવો બનાવ વડોદરામાં બની ગયો. આ ઘટનાને કારણે લોકો સ્માર્ટ મીટરનો ભારે વિરોધ કરી રહ્યા છે. ભાડાના મકાનમાં રહેતા મૃત્યુંજય નામના વ્યક્તિએ MGVCLપર મોટો આક્ષેપ કર્યો છે. તેમણે મોબાઈલમાં બિલની કોપી બતાવી દાવો કર્યો છે કે, સ્માર્ટ મીટર લગાવ્યા બાદ 9 લાખ 24 હજાર રૂપિયાનુ બિલ આવ્યું છે. સામાન્ય રીતે દર બે મહિને મારા ઘરનું ઇલેક્ટ્રિક બિલ 1500થી બે હજાર રૂપિયા આવતું હોય છે.
આ તમામ ઘટના સામે આવતા જ MGVCLએ જણાવ્યું છે કે, આ એક માત્ર ટેક્નિકલ એરર છે.ટેક્નિકલ ખામીના કારણે રિંડીંગમાં ભૂલ થઇ છે. જે ભૂલને કારણે ખોટી ગણતરી થઇ છે અને એને સુધારવામાં આવી છે. ડેટા એન્ટ્રીમાં જે માનવીય ભૂલ થઇ છે તેના કારણે આ થયુ છે. જે સુધારી લેવામાં આવ્યુ છે.હાલમાં આ ઘટના આવ્યા બાદ સતત લોકો સ્માર્ટ મીટરને નકારી રહ્યા છે, ત્યારે હવે આગામી સમયમાં ખબર પડશે કે ગુજરાતમાં સ્માર્ટ મીટરને લઇને શું નિર્ણય આવે છે?
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.