રાજકોટમાં કાળજું કંપાવી દે તેવો બનાવ! યુવતીએ પ્રેમી સાથે વિડીયો કોલમ વાત કરતા કરતા જ પોતાને આગ લગાવી.. કારણ હતું આ
હાલમાં જ એક ચોંકાવનાર ઘટના સામે આવી છે, રાજકોટ શહેર એક યુવતી એ અગ્નિસ્નાન કરી લેતા ચકચાર મચી ગયો છે, આખરે આ યુવતી એ આવું પગલું શા માટે ભર્યું તે અંગે વધુ વિગતવાર માહિતી જાણીએ. સૌથી ચોંકાવનારી વાત એ છે કે યુવતીએ યુવાન સાથે વીડિયો કોલમાં વાત કરતાં કરતાં જ અગ્નિસ્નાન કરી લીધેલ અને આ કારણે તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરેલ પણ ટૂંકી સારવાર બાદ તેનું નિધન થયું.
મીડિયા દ્વારા જાણવા મળ્યું હતું કે, યુવતીએ બુધવારે સવારે શરીરે કેરોસીન છાંટીને જીવન ટૂંકાવવાનું પગલું ભર્યું હતું.ત્રણ દિવસની સારવારને અંતે આજે ચોથા દિવસે યુવતીએ દમ તોડ્યો હતો.આ બનાવ અંગે પોલીસે જરૂરી કાર્યવાહી કરી પોસ્ટમોર્ટમ કરાવી કાર્યવાહી હાથ ધરી હતી.યુવતીએ આવું પગલું શા માટે ભર્યું તે અંગે વધુ વિગતવાર માહિતી જાણીએ.
કોલેજનો અભ્યાસ પૂરો કરી યુવતી તેના કાકાને ત્યાં રહેતી હતી યુવતીના પિતા પિતા ઉમેશભાઈ મોરબી રોડ વેલનાથપરામાં રહે છે. સૌથી ખાસ વાત એ કે મૃતક યુવતી સોનલ ઉમેશભાઈની સોનલ આગલા ઘરની દીકરી છે. તેને બીજા લગ્નથી બે દીકરા છે.
સોનલને છ મહિના પહેલા સોશિયલ મીડિયા મારફત સોમનાથ તરફ રહેતાં યુવાન સાથે પરિચય થયો હતો અને બાદમાં બંને વચ્ચે પ્રેમ થઈ ગયો હતો. લગ્નની વાત અંગે યુવતીના પિતાએ હા પાડેલ અને યુવાન પણ લગ્ન માટે રાજી હતો. પરંતુ કોઈ કારણોસર આ યુવાનના પિતા લગ્ન માટે રાજી ન હતા.
સોનલ ચિંતામાં હતી અને બુધવારે સવારે તે સળગી ત્યારે એ યુવાન સાથે વીડિયો કોલ ચાલુ જ હતો.આ દુઃખદ બનાવના પગલે પરિવારમાં શોકનું વાતાવરણ સર્જાય ગયું હતું. ખરેખર જીવનમાં ક્યારેય પણ આવું આત્મઘાતી પગલું ન ભરવું જોઈએ. આપણે ઈશ્વરને પાર્થના કરીએ કે યુવતીના આત્માને શાંતિ મળે અને પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.