Web story

વડોદરામાં કાળજું કંપાવી દે એવી ઘટના! ડમ્પર ચાલકે પોલીસ જવાને અડફેટે લેતા ઠેક સુધી ઢસડતો લઇ ગયો, જુઓ મોતનો લાઈવ વિડીયો…

આપણે જાણીએ છે રોડ અકસ્માત અને હિટ એન્ડ રન દ્વારા સામાન્ય વ્યક્તિક જીવ ગુમાવતા હોય છે પરંતુ હાલમાં જ એક દુઃખ બનાવ સામે આવ્યો છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે
વડોદરાના પોલીસ મથકના જવાનનું ડમ્પરની નીચે આવી જતાં કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

આ કરુણ દાયક ઘટના દ્રશ્યો સીસીટીવી ફુટેજમાં કેદ થયા છે. આ વીડિયોમાં તમે જોઈ શકશો કે કઈ રીતે જવાનનું કમકમાટીભર્યું મોત થયું છે. આ બનાવે ગોત્રી પોલીસ મથક સહિત સમગ્ર શહેર પોલીસતંત્રમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. ખરેખર આ ઘટના ખૂબ જ દુઃખદાયી છે. આ બનાવના પગલે પોલીસ જવાનાના પરિવારને ભારે આઘાત લાગ્યો છે.

મૃતક જવાન વિશે માહિતી જાણીએ તો ગોત્રી પોલીસ મથકમાં લાલાભાઇ ભાવસંગભાઇ રાઠોડ ફરજ બજાવે હતા. આજે તેઓ પોતાની મોપેડ લઈને ભાયલી-સન ફાર્મા રોડ ઉપરથી પસાર થઇ રહ્યા હતા. આ દરમિયાન પાછળથી ડમ્પરચાલકે તેમને અડફેટે લીધા હતા. પોલીસ જવાન પૈડાં નીચે આવી જતાં ડમ્પર તેમને દૂર સુધી ખેંચી ગયું હતું.

આ બનાવના પગલે ડમ્પરચાલક ફરાર થઇ ગયો હતો. બીજી બાજુ, આ બનાવની જાણ ગોત્રી પોલીસ અને તાલુકા પોલીસને થતાં પોલીસકાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. મૃતદેહનો કબજો લઇ પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપયો હતો. એ સાથે પોલીસે ડમ્પરચાલકની શોધખોળ કરી રહી છે.

આજે સમી સાંજે બનેલા બનાવ CCTVમાં કેદ થઈ ગયો હતો. આ CCTV ફૂટેજ ઝડપભેર મીડિયામાં વાઇરલ થઇ ગયા હતા. આ બનાવ અંગે પોલીસે ડમ્પરચાલક સામે અકસ્માતનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!