Entertainment

ચોખ્ખી ધમકી ! “ગોઠ તો આપવી પડશે નકર કઈ પણ કરીશું ! વિડીઓ જોઈ હસવું નહી રોકી શકો…જુઓ વિડીઓ

આપણે જાણીએ છીએ કે સોશિયલ મીડિયામાં અનેક પ્રકારના વિડીયો વાયરલ થતા હોય છે. ખાસ કરીને નાના બાળકોના વિડીયો ખૂબ જ વાયરલ થતા હોય છે. હાલના જ હોળીના તહેવારો પર વધુ એક બાળકનો વિડીયો વાયરલ થયો છે. આ બાળકને જોઈને તમે હસવું નહિ રોકી શકો. ખરેખર આ વીડિયો ખૂબ જ રમુજી છે.

આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, નાનો બાળક કોઈ છોકરા પાસેથી ગોઠ માંગે છે અને પોતાની કાલાઘેલી ભાષામાં બોલે છે કે,ગોઠ તો જોઈએ એટલે જોઈએ જ ! તમે વિચારશો કે આ બાળક આખરે શું માંગી રહ્યો છે? થોડીવાર તો તમે મુંઝવણમાં મુકાઈ જશો કે આ નાનો એવો.બાળક એવી તે શું વસ્તુ માંગી રહ્યો છે.

વિડીયો ઉતારનાર બાળક પણ બીજા છોકરા પાસે ગોઠ જ માંગે છે . સામે વાળો છોકરો કહે છે કે મારી પાસે પૈસા નથી તો ક્યાંથી લાવું પરંતુ તે બાળકને તો માત્ર ગોઠ જ જોઈએ છે. તમે વિચારમાં પડી જશે કે આખરે આ ગોઠ છે શું? ખરેખર આપણી તળપદી ભાષા જ એવી છે કે, કોઈક તો શબ્દો આપણે સમજી ન શકીએ.

ચાલો અમે આપને જણાવીએ કે , આખરે ગોઠ એટલે શું થાય?
ગોઠ એટલે હોળીના તહેવારોમાં રંગ છાંટનારને અપાતી ભેટ. આ બાળક પણ રંગથી રંગાયેલો છે, એટલે જ તે પહેલાં છોકરાં પાસેથી પૈસા માંગી રહ્યો છે. આ નાની ઉંમરે પણ બાળક જે રીતે ધમકીઓ આપી રહ્યો છે, એ ખૂબ જ રમુજી છે.

આ વીડિયો જોઈને સૌ કોઈ લોકો આ બાળકની બોલીના દીવાના થઈ ગયા હશે કારણ કે જે રીતે આ બાળક બોલી રહ્યો છે, તે એટલું રમુજી છે કે બસ તેને સાંભળ્યા જ કરીએ. આ વીડિયો તમે જોશો ત્યારે તમેં પણ આ બાળકના દીવાના થઈ જશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!