Gujarat

આગામી પાંચ દિવસ ગુજરાત ના આ ક્ષેત્રો મા ભારે વરસાદની હવામાન વિભાગ ની આગાહી…

હાલ ગુજરાત મા બોરોબર નુ ચોમાસું જામ્યું છે ગુજરાત ના અનેક જીલ્લા ઓ વરસાદી ગેઘ મહેર ચાલુ છે જ્યારે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરનાં રિપોર્ટ પ્રમાણે રાજ્યમાં સૌથી વધુ સાડા આઠ ઇંચ વરસાદ સુરત જિલ્લાનાં પલસાણામાં નોંધાયો હતો.  આ ઉપરાંત સુરત શહેર મા પણ વરસાદ ના કારણે પાણી પાણી થયું હતુ. જ્યારે બારડોલી, મહુવા માંડવી અને માંગરોલ મા પણ સારો એવો વરસાદ નોંધાયા હતો.

જો આગાહી ની વાત કરવામા આવે તો હવામાન વિભાગે ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.3 જુલાઈએ સૌરાષ્ટ્ર, કચ્છ, દિવ-દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના બનાસકાંઠા, સાબરકાંઠા, ડાંગ, તાપી, પોરબંદર, અમરેલી, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી પાંચ દિવસમાં વડોદરા, સુરત, નવસારી, વલસાડ, ભરૂચ, રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાડ, તાપી સહિત અન્ય વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે. રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશનને પગલે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયુ વાતાવરણ રહેશે.

છેલ્લા 24 કલાંક ના વરસાદ ના આકડા પર નજર કરીએ તો ગુજરાત ના 149 તાલુકા મા સારોએવો વરસાદ વરસ્યો છે. જેમા 50 તાલુકા ઓ મા 1 ઈંચ જેટલો જ્યારે 23 તાલુકાઓ મા 2 ઈંચ જેટલો જ્યારે 11 તાલુકા મા 3 ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. બીજી બાજુ સારા એવા વરસાદ ના કારણે જનજીવન પર પણ અસર પડી છે ખાસ કરીને આણંદ જિલ્લાના બોરસદમાં ગુરુવાર શુક્રવાર દરમિયાન પડેલા ભારે વરસાદને પગલે પુર જેવી સ્થિતિ સર્જાઈ છે. બોરસદ તાલુકાના અનેક ગામો સંપર્ક વિહોણા થઈ ગયા છે. જ્યારે એનડીઆરએફની ટીમોને પણે તૈનાત કરી દેવામાં આવી છે.

આ ઉપરાંત સૌરાષ્ટ્ર, બનાસકાંઠા, આણંદ અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદથી નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!