આંબાલાલ પટેલે ઓગસ્ટ મહિના માં વરસાદને લઈને ચોકવનારી આગાહી કરી! શ્રાવણમાં વરસાદ કેવો હશે જાણો.

અષાઢ મહિનામાં વરસાદ વરસ્યો એ વરસ્યો પછી તો જાણે મેઘરાજા એ વિરામ લઈ લીધું હોય તેવા એંધાણ દેખાઇ રહ્યા છે. ખરેખર હાલમાં સૌ કોઈ વરસાદની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે, ત્યારે તમને જાણીને નવાઈ લાગશે કે હાલમાં જ વરસાદને લઈને આંબાલાલ પટેલ ખાસ આગાહી કરી છે.

આપણે સૌ કોઈ જાણીએ છે કે, થોડા દિવસ પહેલા જ હવામાન વિભાગ દ્વારા જાણવા મળ્યું હતું કે 15 ઓગસ્ટ પછી વરસાદનું આગમન થઈ શકે છે પરંતુ ફરી એકવાર આંબાલાલ પટેલ નાં કહેવા મુજબ 15 ઓગસ્ટ બંગાળમા હવાનું દબાણ સર્જાશે.આ કારણે હવે 15 ઓગસ્ટ પછી ઉત્તર ગુજરાતમાં અને સૌરાષ્ટ્ર પંથકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આ આવી છે.

અરબી સમૃદ્ધમાં પણ હવાનું દબાણ વધશે, આ જ કારણે દક્ષિણ ગુજરાતમાં અને ઉત્તર-મધ્ય ગુજરાતમાં વરસાદ થશે અને ખેડૂતો માટે આ વરસાદ સારો રહેશે અને લાભદાયી નીવડશે કારણ કે, ઘણા સમયથી વરસાદ વિરામ લીધો હતો પરતું ફરી એકવાર મેઘરાજ ધમાકેદાર એન્ટ્રી કરશે. આમ પણ કહેવાય છે કે, આંબાલાલ પટેલની આગાહી કયારેય ખોટી નથી પડતી.

18 ઓગસ્ટ થી 24 ઓગસ્ટ દરમિયાન સારો વરસાદ રહેશે ત્યારે હવે સાતમ આઠમના તહેવારોમાં લોકોને વરસાદનનો સામનો કરવો પડશે અને 21 થી 23 તેમજ 25 થી 28 દરમીયામ વરસાદનું પ્રમાણ સારું રહેશે. હવે આ આગાહી થતા ખેડૂત પુત્રોમાં ખુશીઓનો માહોલ સર્જાશે.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *