Gujarat

જામનગરના આમરા ગામમાં કૂવામાં રોટલો નાખી વરસાદનું અનુમાન લગિડવાની 150 વર્ષ જુની અનોખી પરંપરા, આ વર્ષે વરસાદ…

આજ ના આધુનિક યુગ મા હવામાન વિભાગ દ્વારા વરસાદ ની આગાહી કરવામાં આવતી હોય છે પરંતુ ગામડા ઓ મા આજે પણ ઘણી એવી માન્યતા , પધ્ધતી અને ટોટકાઓ છે જેના આધારે વરસાદ કેવો પડશે તેનું અનુમાન લગાડવામાં આવતુ હોય છે. આવુ જ અનુમાન જામનગર નુ એક ગામ આમરા છે જ્યાં વર્ષો જુની પ્રથા છે.

જામનગર પાસે આવેલુ ગામ આમરા મા ઘણા વર્ષો થી એક પ્રથા ચાલી આવે છે. આ પ્રથા અષાઢી બીજ ના રોજ મા કુવા મા રોટલો નાખવામાં આવે છે અને તે કઈ દિશા મા પડે છે તે જોવા મા આવે છે અને તેના આધારે વરસાદી વર્ષ કેવુ રહેશે તેનુ અનુમાન લગાવામા આવે છે. આ પ્રથા મુજબ ગામમાં સતવારા સમાજના ઘર પર રોટલા બનાવવામા આવે છે. ત્યારબાદ વાણંદ સમાજના વ્યકિત આ રોટલા લઈ ગામના ભમ્મરિયા કૂવા પર પહોંચે છે.આ સમયે ગામના તમામ લોકો ઢોલ નગારા સાથે જોડાય છે. કૂવા પર પહોંચ્યા બાદ ગામના ક્ષત્રિય સમાજના વ્યકિત રોટલો લઈ કૂવામાં પધરાવે છે.

રોટલો જે દીશા મા પડે છે તના આવરે વરસાદ નુ અનુમાન લાગે છે જો રોટલો ઉગમણી દિશામાં જાય તો વર્ષ સારું થાય છે. જો રોટલા ઈશાન દિશા પકડે તો વર્ષ ખૂબ સારું રહે છે. જો રોટલો થોડી થોડી દિશા બદલતો રહે તો મધ્યમ વર્ષનો અને આથમણી દિશા પકડે દુષ્કાળનો વરતારો આપવામા આવે છે.

આ વર્ષે પણ આ પ્રથા કરવામા આવી અને રોટલો કુવા મા નધરાવામા આવ્યો રોટલા ઈશાન દિશાથી પૂર્વ તરફ જતા હોવાથી આ વર્ષ બહુ સારુ જવાની ગ્રામજનોને આશા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!