સોનીએ કોઠા સૂઝ થી કળામાં હનુમાન ચાલીસાની ચોપાઈ કંડારી, એક કલાકમાં જ મળ્યા આટલા ઓર્ડર જે તમે જાણીને ચોંકી જશો.

આ જગતનું જ્યારે નિર્માણ થયું ત્યારે સૃષ્ટિના સર્જનહારે તેના પાંચ માનસપુત્ર ઉત્તપન્ન કર્યા કુંભાર, કંસારા, સોની, લુહાર, આ દરેક લોકો પાસે પોતાની અદભુત કળા છે. જેમાં સોની પાસે અદ્દભૂત કળા છે. સોના અને ઝવેરાત ની પરખ માત્ર સોની ને જ હોય છે અને તેના હાથે અનેલ વસ્તુઓ નું સર્જન થાય છે. હાલમાં સોશિયલ મીડિયામાં અનેક એવા સોનો બનાવેલ ચાંદીના કળાની ખૂબ જ વાહ વાહ થઈ રહી છે સાથો સાથ આ ચાંદીનો કળો ખૂબ જ અલૌકિક છે. કહેવાય છે ને કે માણસ ને દરેક વસ્તુઓનો શોખ જોય છે.

હાલમાં જ બન્યું એવું કે  દેવગઢબારિયાના એક સોનીએ ભોરીયા તરીકે ઓળખાતા ચાંદીના કડા ઉપર હનુમાન ચાલીસાની આખી ચોપાઈ કંડારી છે. ખરેખર આ અદ્દભૂત અને સુંદર દેખાતો કળો ખૂબ જ સુંદર છે અને સોશીયલ મોડિયમાં વાયરલ થઈ રહી છે આ કલાકારી. નગરની આદિવાસી ભીલોડી અને ભરવાડી અને ફેન્સી કઢાવો બનાવવાની કામગીરી સમગ્ર વિસ્તારમાં પ્રખ્યાત છે. આ કામગીરીમાં તા.10 જુલાઈ, શનિવારના દિવસે હનુમાનજીનું નામ લઈને સવારે 8 થી બપોરે 3 સુધીમાં કઠોર પરિશ્રમ કરી હાથમાં પહેરવાના 1.25 ઇંચ બાય 7 ઇંચના કડા ઉપર હનુમાન ચાલીસાની આખી ચોપાઈ કંડારી હતી.

લોકોને આ કળો ખૂબ જ પસંદ આવ્યો અને જોતા જ ઈન્ટનેટના માધ્યમથી  એક જ કલાકમાં જ તેને 40 થી 50 કડા બનાવવાનો ઓર્ડર મળ્યો હતો. આત્મનિર્ભર ભારતના સંકલ્પ સાથે આ વેપારી દ્વારા લોકડાઉન દરમ્યાન અલગ અલગ 100 જેટલી ડીઝાઈનો બનાવી લોકડાઉનની નવરાશની પળોનો સદ્દઉપયોગ કર્યો હતો. જે બાદમાં આ વેપારીને ઓનલાઇન અને ટેલિફોનિક ધોરણે દાહોદ જિલ્લા સહિત સમગ્ર ભારતમાંથી કડાના ઓર્ડરો મળવાના શરૂ થયા છે. હનુમાનજીના તમામ ભક્તોને આ કડું ખૂબ જ પસંદ આવી રહ્યું છે, ત્યારે ખરેખર આ સોની ની આવડત અને કોઠા સૂઝના લિધે સૌ કોઈ માટે પ્રેરણાસ્ત્રોત બન્યા છે.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *