Gujarat

વિદેશ ગુજરાતીઓ માટે કાળ બની રહ્યો છે! અમેરિકામાં વધુ બે યુવાનોના મૃતદેહ મળ્યાં…. પુરી ઘટના જાણીને આંચકો લાગશે.

વિદેશમાં ગુજરાતીઓની હત્યાના બનાવો ખૂબ જ મોટા પ્રમાણમાં વધી રહ્યા છે, ત્યારે હાલમાં જ વધુ એક બનાવ સામે આવ્યો છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે અમેરિકાના લેક મોનરોમાં શનિવારે ડૂબી ગયેલા બે ગુજરાતી વિદ્યાર્થીઓના મૃતદેહ ચાર દિવસની શોધખોળ પછી મળી આવ્યા છે. આ બંને વિદ્યાર્થીઓ ઈન્ડિયાના યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હતા. બેમાંથી એક વિદ્યાર્થી સિદ્ધાંત શાહ મૂળ અમદાવાદનો હતો, જ્યારે આર્યન વૈધ નામનો વિદ્યાર્થી પરિવાર સાથે ઓહાયોમાં રહેતો હતો.

આ વિદ્યાર્થીઓ મિત્રોની સાથે લેક મોનરોમાં બોટિંગ માટે ગયા હતા અને ત્યાર બાદ તળાવમાં નહાવા માટે પડ્યા હતા. પરંતુ લેક મોનરોમાં કૂદતાની સાથે જ તેઓ ઉંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા અને બહાર આવ્યા ન હતા. સ્કુબા ડાઈવર્સ અને રેસ્ક્યુ ટીમે સતત ચાર દિવસની શોધખોળ પછી સિદ્ધાંત શાહ અને આર્યન વૈધના બોડી બહાર કાઢ્યા છે.

સિદ્ધાંત અને આર્યન તળાવમાં સ્વીમિંગ માટે કૂદી પડ્યા ત્યારે તેમણે લાઈફ જેકેટ પહેર્યા ન હતા. બેમાંથી એકને બહુ સારી રીતે તરતા આવડતું હતું છતાં આ દુર્ઘટના બની છે. એક રિપોર્ટ પ્રમાણે બંને વિદ્યાર્થીઓ તેમના લગભગ 20 મિત્રો સાથે ડબલ ડેક બોટ ભાડે લઈને આવ્યા હતા અને થોડી વાર પછી પાણીમાં ઉતર્યા હતા. તમામ વિદ્યાર્થીઓનો પિકનિક જેવો કાર્યક્રમ એક મોતના માતમમાં ફેરવાઈ ગયો.

આર્યન વૈદ્યના માતાપિતા અમેરિકામાં સિનસિનાટી ખાતે રહે છે જ્યાંથી તેણે 2021માં ગ્રેજ્યુએશન કર્યું હતું અને પછી અહીં ભણવા આવ્યો હતો. જ્યારે સિદ્ધાંત શાહના માતાપિતા ગુજરાતમાં રહે છે. સિદ્ધાંતના કેટલાક સગાસંબંધી અમેરિકામાં પણ રહે છે અને તેઓ સર્ચ ઓપરેશન દરમિયાન હાજર હતા. ઈન્ડિયાના યુનિવર્સિટીએ જણાવ્યું કે 19 અને 20 વર્ષના બંને વિદ્યાર્થીઓ કેલી સ્કૂલ ઓફ બિઝનેસમાં ભણતા હતા. સર્ચ ઓપરેશન કરનાર અધિકારીએ જણાવ્યું કે બંને સ્ટુડન્ટના બોડીને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓની બોટમાંથી આલ્કોહોલિક પીણાં પણ મળ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!