Gujarat

અફઘાનીસ્તાન મા પ્લેન માથી પડનાર ત્રણ માથી એક ડોક્ટર હતો જ્યારે બીજો અફઘાનીસ્તાન નો…

અફઘાનીસ્તાન મા તાલીબાન ના શાસન ની શરુવાત થતા ની સાથે જ આખા અફઘાનીસ્તાન અફરા તફરી નો માહોલ સર્જાયો હતો અન્ય દેશ ના લોકો તો દેશ છોડી ને ભાગ્યા જ પણ સાથે અફઘાનીસ્તાનના લોકો પણ શાંતિ થી જીવવા માટે પોતાનો દેશ છોડી ને ભાગ્યા હતા. અનેક લોકો કાર લઈને તો કોઈ પ્લેન મા ચડી ને દેશ છોડવાનો પ્રયાસ કરતા હતા.

ચાર દિવસ પહેલા એવી ઘટના બની હતી કે અમેરીકા ના એર ફોર્સ ના પ્લેન મા કાબુલ છોડી ને જવા માટે અફઘાની લોકો જબરજસ્તી ચડી ગયા હતા જેમા પ્લેન ઉપર જતા ની સાથે જ ત્રણ લોકો નીચે પટકાયા હતા. અને આ વિડીઓ સોસિયલ મીડીયા પર ખુબ વાયરલ થયો હતો. જયારે આ મરનાર લોકો ની ઓળખ થય ત્યારે સૌ કોઈ ચોકી ગયુ હતુ.

આ ત્રણ લોકો જે મૃત્યુ પામ્યા હતા તેમાથી એક એક ફુટબોલ પ્લેયર હતો. તેનુ નામ જકી અનવરી છે. અફઘાનિસ્તાનના  ખેલ મંત્રાલયે જકી અનવરીનું વિમાનમાંથી પડવાના કારણે મૃત્યુ થવાની વાતની પુષ્ટિ કરી છે. જ્યારે સૈફુલ્લા હોતક તે ડોક્ટર હતો. બીજાનું નામ ફિદા મોહમ્મદ હતું.

અન્ય બે લોકો મૃત્યુ પામ્યા તેવો એરપોર્ટ થી ચાર કિલોમીટર ની નજીક જ એક મકાન ની છત પર પડ્યા હતા અને બન્ને લોકો ના તમામ અંગો નોખા થય ગયા હતા અને મૃત હાલત મા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!