અમદાવાદ : વાલીઓ ખાસ વાંચે, ફક્ત 2 વર્ષની ફૂલ જેવી દીકરી એવી વસ્તુ ગળી ગઈ કે જાણી તમારા હોશ ઉડી જશે… જાણો પુરી વાત
હાલમાં જ એક ચોંકાવનારી ઘટના બની છે, આ ઘટના દરેક માતા પિતાએ માટે લાલ બત્તી સમાન કિસ્સો છે. બાળકોનું ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ કારણ કે બાળક ક્યારેક રમત રમતમાં પોતાનો જીવ જોખમમાં મૂકી દેતા હોય છે, પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર બે વર્ષની બાળકી સેફ્ટિ પિન ગળી ગઈ હતી અને આ સેફ્ટી પિન જે તેની શ્વાસનળીમાં ફસાઈ હતી.
ત્રણ દિવસ સુધી ખાવા-પીવાનું બંધ થઈ જતા અને શ્વાસ લેવામાં મુશ્કેલી ઊભી થઈ ત્યાં સુધી માતા-પિતાને ખ્યાલ આવ્યો ન હતો. એક્સ-રેમાં સેફ્ટીપિન શ્વાસનળીમાં ફસાયાનું પકડાયું હતું. જેથી બાળકીને તાત્કાલિક જ ચાંદખેડાની એક હોસ્પિટલમાં લાવ્યા હતા.
ઈએનટી અને એનેસ્થેશિયા વિભાગના નિષ્ણાત ડૉક્ટરોએ દૂરબિનની મદદથી ખૂબ સાવચેતીપૂર્વક સેફ્ટીપિન બહાર કાઢી હતી. આ કારણે બાળકીનો જીવ બચી શક્યો હતો. સામાન્ય રીતે આવી સર્જરી થતી હોય છે. પરંતુ સેફ્ટીપિન ખૂલી જાય તો આંતરિક અંગોમાં નુકસાન થઈ શકે છે. આ કારણે બાળકનો જીવ જોખમમાં મુકાઇ શકે છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.