એક વર્ષની ઉંમરે પિતાની છત્ર છાયા ગુમાવનાર અલ્પા પટેલને પહેલા પ્રોગ્રામનાં 50 રૂ. મળ્યા હતા. આજે લાખો રૂપિયાનો વરસાદ થાય છે..
આપણે સૌ કોઈ જાણીએ છે કે, ગુજરાતમાં અનેક કલાકર છે જેઓ એ આજે ગુજરાતમાં ખૂબ જ લોકપ્રિયતા મેળવી છે અને આ લોકપ્રિયતા તેમને પોતાની આવડત થી મળેલ છે. આજે આપણે લોક ગાયિકા અલ્પા પટેલ વિશે જાણીશું અને તેમના જીવનની સફર વિશે માણીશું જેથી આપણને ખ્યાલ આવે કે, કંઈ રીતે તેઓ તે પોતાનું નામ રોશન કર્યું અને સફળ કારકિર્દી બનાવીમ
ગુજરાતમાં સ્ટેજ પ્રોગ્રામથી માંડીને લોકડાયરામાં પોતાના સુરીલા કંઠે શ્રોતાઓને ડોલાવતી અલ્પા પટેલે માત્ર 10 વર્ષની ઉંમરે સિંગીગની શરૂઆત કરી હતી. એ વાત પણ ખૂબ જ ખાસ છે કે, સુરતમાં માત્ર 50 રૂપિયાની ફીથી પહેલા પ્રોગ્રામની શરૂઆત કરી હતી. પણ આજે તેમના ડાયરામાં રૂપિયાનો વરસાદ થાય છે. તેઓ સંતવાણી અને ડાયરાના પ્રોગ્રામદીઠ અંદાજીત 1થી 1.25 લાખની ફી લે છે.
ત્યારે ખરેખર આ એક ખૂબ જ સફળવાત છે અને કહેવાય છે કે તેમનું જીવન નાનપણથી જ સંઘર્ષમય રહ્યું છે. 1 વર્ષની ઉંમરે અલ્પા પટેલના પિતાનું અવસાન થતા પરિવાર માં મોટી આફત આવી પડી હતી. અલ્પાનો ઉછેર તેના મામાને ઘરે થયો હતો અને મામાના ઘરે રહીને જુનાગઢ જિલ્લાની જુદી જુદી શાળામાં ધોરણ બાર સુધીનું શિક્ષણ મેળવ્યું હતું.
આ સિવાય અલ્પાએ પીટીસીનો અભ્યાસ પણ કર્યો છે. અલ્પાને સંગીતની ભેટ નાના દ્વારા વારસામાં મળેલી છે. નાનાને સ્ટેજ પર પ્રોગ્રામમાં ગાતા જોઈને મોટી થયેલી અલ્પાને સંગીત અને સિંગીગમાં વધુ રસ જાગતા ભાઈ અને માતાએ આગળ વધવા સપોર્ટ કર્યો.10 વર્ષની ઉંમરે સિંગિંગની શરૂઆત કરનાર અલ્પા પટેલે ‘ગરવી રે ગુજરાતમાં પટેલ વટ છે તમારો’, ‘ચાર ચાર ધામની મા ખોડલની આરતી’, જેવા અનેક ગીતોથી નામના મેળવી છે.
સુરત સ્થાયી થયેલા મામાને ત્યાં પ્રોગ્રામમાં 11 વર્ષની ઉંમરે અલ્પાને પહેલો ચાન્સ મળ્યો હતો. અને તેમની સંગીતની સફરના અનેક મુશ્કેલીમાં તેમના ભાઈ મહેન્દ્ર અને માતાએ હંમેશા તેમનો સાથ આપ્યો હતો.અલ્પા પટેલનું માનવું છે કે, ‘દરેક સ્ત્રી પાસે સમય અને મોકો હોય છે, જેથી તેમણે તેમની સુતેલી શક્તિને ઓળખી અને સંસ્કૃતિની જાળવણી સાથે આગળ વધવું જોઈએ આજે તેમના કંઠનો સુરીલો અવાજ સાંભળવવા સૌ કોઈ તૈયાર જ રહે છે.