Gujarat

અલ્પેશ કથીરિયાને જેલમાંથી મળી મુક્તિ! 6 મહિના સુધી સુરતમાં પ્રવેશ નહિ મળે…

આપણે સૌ કોઈ જાણીએ છે કે, અલ્પેશ કથિરીયાની 3 વર્ષ જૂના રાજદ્રોહના કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી હતી અને હાર્દિકના ઉપવાસ માટે અમદાવાદમાં આવેલા અલ્પેશ કથિરીયાને હાર્દિક પટેલના ઘરેથી બહાર નીકળતા જ ક્રાઈમ બ્રાંચે તેની ધરપકડ કરી લીધી હતી. આ ઘટના બની ત્યારબાદ હવે હાઈકોર્ટ મહત્વનો નિર્ણય લીધો છે.

પાટીદારોમાં તો જાણે ખુશીઓમો માહોલ છવાઈ ગયો છે, કારણ કે  હાઇકોર્ટે અલ્પેશ કાથીરિયાની જેલમુક્તિ મળી છે.તેઓને શરતી જામીન થી છૂટ્યા છે અને 6 મહિના સુધી સુરત જિલ્લાની હદ બહાર રહેવાની શરત આપવામાં આવી છે.આ ઘટનામાં મહત્વની વાત એ છે કે, જેલમાં બંધ અલ્પેશકથીરિયાના જામીન હાઇકોર્ટે મંજૂર કર્યા હતા. હાઇકોર્ટે આપેલી બાંહેધરીનું પાલન કરવાની શરત પર તેને 5 મહિના બાદ અલ્પેશ કથીરિયાની જેલમુક્તિ થઇ છે.સુરત પોલીસે રાજદ્રોહના કેસમાં આરોપી એવા અલ્પેશ કથીરિયાની 18 ફેબ્રુઆરીએ ધરપકડ કરી હતી અને હવે જેલ મુકત થયા છતા પણ 6 મહિના સુધી તેને સુરતમાં પ્રવેશ નહિ મળે.

સૂત્ર દ્વારા જાણવા મળ્યું કે આ પહેલા પોલીસ સાથે ગેરવર્તન બાદ પોલીસે રાજદ્રોહના કેસમાં અલ્પેશના જામીન રદ કરવા માટે અરજી કરી હતી. કોર્ટે આ અરજી માન્ય રાખીને અલ્પેશના જામીન રદ કરી દીધા હતા. ત્યારા હવે અચનાક છુંટી જતા પાટીદાર સમાજમાં ખુશીઓ આંનદ છવાઈ ગયો છે અને આમ પણ યુવાનો પણ ઉમટી પડ્યા હતા અલ્પેશને વધાવવા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!