અંબાલાલ પટેલે ગુજરાતમાં ચોમાસાને લઈને કરી મોટી આગાહી, કહ્યું કે આ વખતે આવું રહેશે ચોમાસું, આ તારીખથી….
આજે અખાત્રીજ ને શુભ દિવસ છે ત્યારે ખેડૂત મિત્રોએ ધરતી માની પૂજા અર્ચના કરીને વાવણીઓ પણ કરી છે ત્યારે ખરેખર આજના દિવસે અંબાલાલ પટેલે ખૂબ જ ખાસ આગાહી કરી છે જે ખેડૂત પુત્ર માટે લાભદાયી અને ખુશીની વાત છે ચાલો મેં આપને જણાવીએ કે પર ઉનાળે અંબાલાલ પટેલે ચોમાસાને લઈને શું આગાહી કરે છે અને આ વર્ષે ચોમાસુ ક્યારે બેસે અને વરસાદ કેવો રહેશે તે તમામ વિગતો અમે આપને આ બ્લોગ દ્વારા જણાવીશું.
સૌ કોઈ જાણીએ છીએ કે અંબાલાલ પટેલ ની આગાહી ચોક્કસ પણે સાચી પડે છે ત્યારે ફરી એકવાર અંબાલાલ પટેલ આગાહી કરતા જણાવ્યું છે કે આજે અખાત્રીજના સુખદ દિવસે સવારના પહોરમાં નૈઋત્યના પવનના સંકેત મળેલા છે, જેથી આ વર્ષે વહેલું ચોમાસું બેસશે.
સૌથી ખાસ વાત એ છે કે મે અંતમાં અને જૂનની શરૂઆતમાં અરબી સમુદ્રમાં ચક્રવાત સર્જાઈ શકે છે. ઉપરાંત બંગાળના ઉપસાગરમાં 16 મેથી હલચલ જોવા મળશે અને 24 મે સુધી અંદમાન-નિકોબાર ટાપુમાં ચોમાસું બેસી જશે. પરિણામે દક્ષિણ ભારતમાં ચોમાસું વહેલું આવશે.
ગુજરાતમાં ચોમાસું મૃગશીર્ષ નક્ષત્રમાં બેસશે. 8 જૂનથી સમુદ્રમાં પ્રવાહો બદલાશે, અને ચોમાસાની શરૂઆત આંધી-વંટોળ સાથે થશે. જુલાઈ-ઓગસ્ટમાં સારો વરસાદ થવાની શક્યતા છે, તેમજ અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.
.