અંબાણીનાં ઉત્તરાધિકારીની થઈ રહી ચર્ચાઓ! ધીરુભાઇ વસિયત ન્હોતી બનાવી એટલે બંને ભાઈ નોખા પડ્યા હતા આ ભૂલને ફરી…

ભારતમાં સૌથી વધારે કોઈ કોઈ વ્યક્તિ ધનિક હોય તો તે છે, મુકેશ અંબાણી! દેશના સૌથી ધનિક વ્યક્તી મુકેશ અંબાણીનાં સંતાનો હાલમાં ચર્ચાનો વિષય બન્યા છે, જ્યાં જુઓ ત્યાં  હાલમાં  અંબાણીના સૌથી નાના દીકરાને લઈને ખૂબ જ વાતો થઈ રહી છે અને સૌનું કહેવું છે કે શું મુકેશ અંબાણીનો ઉત્તરાધિકારી કોણ હશે? આપણે સૌ કોઈ જાણીએ છે કે હાલમાં જ અનંત અંબાણીને નવી જવાબદારી મળી છે, ત્યારે સૌ કોઈ ચોકી ગયા છે.

26 વર્ષના અનંત અંબાણીને નવી જવાબદારી મળી છે. 5 જુલાઈએ તેની રિલાયન્સ ન્યૂ એનર્જી અને રિલાયન્સ ન્યૂ સોલર એનર્જીના ડિરેક્ટરપદે નિમણૂક કરવામાં આવી છે. ફેબ્રુઆરીમાં તેને રિલાયન્સ ઓઇલ ટુ કેમિકલનો ડિરેકટર બનાવવામાં આવ્યો હતો. તે જિયો પ્લેટફોર્મ્સના બોર્ડમાં એડિશનલ ડિરેક્ટર પણ છે.

આ એક્શન નાં લીધે ઈન્વેસ્ટર્સમાં મુકેશ અંબાણીના ઉત્તરાધિકારીને લઈને ચર્ચા વેગવંતી બની છે. આ ચર્ચા એટલા માટે પણ મોટી છે, કારણ કે મુકેશ અંબાણીનાં ત્રણ સંતાન છે અને આમ પણ આપણે સૌ કોઈ જાણીએ છે કે, અંબાણી પરિવારમાં બિઝનેસની વહેંચણીનો ઇતિહાસ કડવો રહ્યો છે. ધીરૂભાઇ દેશના સૌથી ધનિક વ્યક્તિ હતા અને તેના લીધે અનેક સમસ્યાઓ સર્જાય છે.

જ્યારે ધીરુભાઇનું નિધન થઈ ગયું ત્યારે સૌ કોઈ ચોંકી ગયા હતા અને પરીવારમાં એક મોટી સમસ્યા સર્જાય સંપત્તિના લીધે બંને ભાઈઓ વચ્ચે વાદ વિવાદ સર્જાયો હતો. ત્યારે હવે એંધાણ દેખાય  રહ્યા છે. ધીરુભાઇ મુત્યુ પછી રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણી અને અનિલ અંબાણી મેનેજિંગ ડિરેક્ટર બન્યા. નવેમ્બર 2004માં મુકેશ અને અનિલનો ઝઘડો સામે આવ્યો. પરિવારમાં ચાલી રહેલા આ વિવાદને કારણે ધીરુભાઇ અંબાણીની પત્ની કોકિલાબેન પણ પરેશાન હતાં.

જૂન 2005માં બંનેની વચ્ચે સંપત્તિની વહેંચણી થઈ હતી, પરંતુ કયા ભાઈને કઈ કંપની લશે? એનો નિર્ણય 2006 સુધી ચાલ્યો. આ ભાગલામાં ICICI બેન્કના તત્કાલીન ચેરમેન વીકે કામતને પણ દરમિયાનગીરી કરવી પડી હતી.ભાગલા પાડ્યા બાદ મુકેશ અંબાણીના ભાગમાં પેટ્રોકેમિકલ બિઝનેસ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ઇન્ડિયન પેટ્રો કેમિકલ્સ કોર્પ. લિમિટેડ, રિલાયન્સ પેટ્રોલિયમ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રિયલ ઇન્ફ્રાસ્ટ્રકચર લિમિટેડ જેવી કંપનીઓ આવી.

નાના ભાઈએ અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રુપ બનાવ્યું. એમાં આરકોમ, રિલાયન્સ કેપિટલ, રિલાયન્સ એનર્જી, રિલાયન્સ નેચરલ રિસોર્સીઝ જેવી કંપનીઓ હતી. ત્યારથી મુકેશ અંબાણીનો બિઝનેસ નવી ઊંચાઈએ પહોંચી રહ્યો છે, પરંતુ અનિલ અંબાણીને ભાગ્યએ સાથ ન આપ્યો. સમયની સાથે બધું જ બદલાઈ ગયું  હવે એ જોવાનું રહ્યું કે શું મુકેશ અંબાણીનો ઉત્તરાધિકારી કોણ હશે.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *