Gujarat

અમદાવાદની “જય ભવાની” ની શાકપુરી એક વખત જરૂરથી ચાખજો, સ્વાદ એવો કે તમે રોજ ખાવા ટેવાય જશો..કિંમત પણ સાવ આટલી

આપણા ગુજરાતની બહારના રાજ્યોમાં પણ ઓળખ છે કે ગુજરાતી એટલે કમાઈને ખાય પીયને જલસા કરવા વાળા લોકો. ફિલ્મી જગતે, ક્રિકેટ જગતમાં, બિઝનેસ જગતમાં આવા દરેક શેત્રોમાં તમને ગુજરાતી લોકો જોવા મળી જ જશે, તો આપણા ગુજરાતની ખાસ વાત એટલે કે આપણો ખોરાક એના વિશે આજના આ લેખમાં અમે વાત કરવાના છીએ, આમ તો આપણે ત્યાં અનેક એવા સરસ સરસ ખોરાક ખાવા મળી રહે છે. સવારના નાસ્તાથી લઈને રાતના જમવા સુધીની અનેક એવી અનોખી વાનગીઓ આપણા ગુજરાતમાં બનતી હોય છે.

દર વખતની જેમ આજે પણ અમે આપણા રાજ્યના એક જિલ્લાની કોઈ પ્રખ્યાત વાનગીની દુકાન વિશે જણાવાના છીએ જેની એક વખત તો જરૂરથી મુલાકાત લેવી જોઈએ. અમદાવાદ જિલ્લો એક એવો જિલ્લો છે જ્યા તમને તમામ ફૂડ તમને જોવા મળી જશે કાઠિયાવાડીથી માંડીને પિઝા બર્ગર સુધીની તમામ વસ્તુ અમદાવાદમાં મળી જશે, એવામાં આજે અમે જય ભવાની પુરી શાક વિશે જણાવાના છીએ જે છેલ્લા ઘણા વર્ષોથી લોકોને શાકપુરીનો ઉત્તમ સ્વાદ આપે છે.

તમને જણાવી દઈએ કે અમદવાદમાં કોમર્સ છ રસ્તા પાસે આ કાકા સૌ કોઈને શાકપુરીનો ઉત્તમ સ્વાદ છેલ્લા ઘણા વર્ષોથી આપી રહયા છે, લોકોનું કેહવું છે કે આ દુકાન વર્ષ 1980 થી ચાલી રહી છે અને આટલા વર્ષોથી ક્યારેય તેઓએ પોતાને ત્યાં જમવા આવતા લોકોને નિરાશ નથી કરી રહ્યા, આટલા વર્ષોથી એ જ સ્વાદ અને એ જ ટેસ્ટ, એટલું જ નહીં લોકો એમ પણ કહે છે કે 43 વર્ષો થઇ ગયા પણ અહીંના કારીગરો પણ હજુ સુધી નથી બદલાયા.

મિત્રો જો તમે અમદાવાદ જાવ કે તમે અમદાવાદની અંદર જ વસવાટ કરતા હોવ તો એક વખત જરૂરથી જય ભવાનીની પુરી શાક ખાજો અને અમને જણાવજો તમારો અનુભવ કે તમને પુરી શાક કેવું લાગ્યું, જે જે લોકો અહીં જાય છે તે સૌ કોઈ પોતે આ દુકાનના વખાણ કરી રહ્યા છે, અહીં કિંમત પણ સાવ ઓછી છે આથી સામાન્ય વ્યક્તિ અહીં પેટ ભરીને આરામથી જમી શકે છે.

એડ્રેસ : જય ભવાની પુરી શાક, કોમર્સ સિક્સ રોડ, નવરંગપુરા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!