Gujarat

અમેરીકા મા વધુ એક ગુજરાતી ની હત્યા ! બિઝનેસમેન હિરેન ગજેરા નુ અપહરણ થયા બાદ 1 લાખ ડોલર ન આપતા…..જાણો પુરી ઘટના

વિદેશ જવાની ઘેલછા એક એવી વસ્તુ છે જે અમુક લોકોને સફળ બનાવી દેતી હોય છે તો અમુક લોકોને નિષ્ફ્ળ. પરંતુ લોકોને નિષ્ફ્ળતા કે વિદેશની બીજી કોઈ ખરાબ બાબત નથી દેખાતી ફક્ત સારાય જ દેખાઈ છે. એવામાં હાલના સમયમાં વિદેશમાંથી અનેક એવી ઘટનાઓ સામે આવી રહી છે જેમાં મૂળ ગુજરાતીઓ તથા મૂળ ભારતીય લોકોની હત્યા કરી નાખવામાં આવતી હોય છે. દિવસેને દિવસે આવી ઘટનાઓ ખુબ વધારો જ થતો જય રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.

અમેરિકા માંથી હાલ આવી જ એક ઘટના સામે આવી છે જેમાં ત્રાસવાદીઓએ મૂળ ગુજરાતીનું અપહરણ કરીને તેની પાસેથી પૈસા તથા ડ્રગ્સની માંગણી કરી હતી. જે બાદ શરતો સ્વીકાર કરી લેવામાં આવી પણ તેમ છતાં મુળ ગુજરાતીની હત્યા કરી નાખવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ અનુસાર સામે આવ્યું છે કે અમેરિકામાં આ ઘટનાનો ભોગ બનનાર યુવકનું નામ હિરેન ગજેરા છે જે વર્ષ 2006 માં અમેરિકા ગયો હતો અને ત્યાં તે સાગના લાકડાનો વ્યાપાર કરતો.

મળતા રિપોર્ટ તથા મીડિયા રિપોર્ટના આધારે જાણવા મળ્યું છે કે મૃતક હિરેન ગુજર(ઉ.વ.41) મૂળ અમદાવાદનો મેમનગર વિસ્તારમાં રહેતો હતો, એવામાં તેણે અમેરિકા જઈને લાકડાનો વ્યાપાર શરૂ કર્યો જે બાદ વર્ષ 2014 સુધી અમેરિકામાં વસવાટ કર્યા બાદ અમદાવાદ પરત આવ્યો હતો અને હજી ગયા વર્ષના માર્ચ મહિનામાં તે ફરી એક વખત અમેરિકા વ્યાપાર માટે ગયો હતો. હિરેન ગુજરનો વ્યાપાર ખુબ સારી રીતે ચાલી રહ્યો હતો આથી તેને અમેરિકાના ક્યૂએક શહેરમાં પોતાનું નવું ઘર પણ ખરીદ્યુ હતું.

એવામાં 3 જૂનના રોજ હિરેન ગુજૅર જયારે પોતાના મિત્રના જન્મદિનની પાર્ટીમાંથી ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે દક્ષિણ અમેરિકાના એમ્પાલમે નામના શહેરમાં કોલમ્બિયન ત્રાસવાદીઓએ તેઓનું અપહરણ કર્યું હતું, જે બાદ તેઓએ 1 લાખ US ડોલર અથવા તો 70 કિલો ડ્રગ્સની માંગણી કરી હતી.એવામાં હિરેનભાઈએ થોડી માથાકૂટ કર્યા બાદ આ ત્રાસવાદીઓ 20 હજાર US ડોલર પર હિરેનને છોડવા તૈયાર થઇ ગયા હતા.

એવામાં આ અંગેની જાણ પરિવારને કરવામાં આવી હતી, એટલું જ નહીં ત્રાસવાદીઓએ શરત મૂકી હતી કે આ રકમ હિરેન ગજેરાની પત્ની જ લઈને આવશે, આવી તમામ શરતને હિરેનભાઈના પરિવાર દ્વારા માન્ય રાખવામાં આવી હતી તેમ છતાં ત્રાસવાદીઓએ હિરેનભાઈને મૌતને ઘાટ ઉતારીને તેમની બોડીને નદીમાં ફેંકી દીધી હતી. હત્યા અંગેની જાણ થતા હિરેનભાઈના પરિવાર પર શોકનું મોજું ફરી વળ્યું હતું જયારે તેઓની પત્નીતો ડૂસકે ડૂસકે રડવા લાગી હતી, ખરેખર આ તમામ એવા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો છે જે વિદેશમાં જવાની ઘેલછા ધરાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!