ખુલ્લે પોલીસને ચેલેન્જ આપ્યું કે પોતે બજારનો બાપ છે! પછી પોલીસે જે કર્યું તે…
કહેવાય છે ને કે ગમે એવી હોશિયારી કે આપણી ઓળખનો પાવર કેમ ન હોય પરંતુ ક્યારેય પોલીસ સામે આપણી કોઈપણ પાવર કામ નથી લાગતો. આમ પણ પોલીસનું કાર્ય ગુનેગારને સજા આપવાનું છે એની સામે કોઈપણ ઉંચી પદવીવાળું કોઈ વ્યક્તિ કેમ ન હોય પરંતુ તે વ્યક્તિને સજા આપવાનું કામ કરે છે એની સામે કોઈ સામાન્ય વ્યક્તિ હોય કે પછી કોઈ રાજનેતા કે પછી કલાકાર દરેક ને સજા મળે છે તો એની સામે ગુંડાઓ અને ડોન જેવા નું શું ચાલે.
હાલમાં જ ગુજરાતનાં અમરેલીમાં એક એવી જ ઘટના બની જેમાં એક વ્યક્તિ પ્રેટ્રોલ પંપના માલિક પાસે 10 લાખની માંગણી કરીને ખૂબ જ હોશિયારી મારતો હતો અને પોતાની શક્તિનું પ્રદર્શન કરવું તેને ભારે પડ્યું હતું અને વાત ખરેખર એમ છે કે વ્યક્તિ પેટ્રોલ પંપના માલિકને ફોન કરીને ધમકી આપી હતી. પોતે અમરેલીનો બાપ છે અને પૈસા નહીં આપે તો ફાયરિંગ કરીશ તેવી ધમકી આપી પેટ્રોલ પમ્પ સંચાલક પાસેથી રૂપિયા 10 લાખની માંગણી કરી હતી.
સિક્યુરિટી જોઈતી હોય તો રૂ. 10 લાખ આપીદે. અમરેલીના એસપી નિર્લિપ્ત રાય આખી જિંદગી નહીં હોય. 16 ગુના છે, નિર્લિપ્તભાઇ સામે 17મો ગુનો કરીશ તો ધોકા જ મારશે અને બીજા દિવસે છૂટી જઇશ હવે પછી. આ વાતની જ્યારે પોલીસને જાણ થઈ તો પોલીસ આરોપીની ધડપકડ કરી હતી. આ આરોપીને પોલીસની કડકાઈનો અનુભવ સારી રીતે થઈ ગયો અને લોકોને ડરાવીને ખંડણી માગનાર આ છત્રપાલને બાપ અને બચ્ચાનો ફરક સમજાઈ ગયો હતો. અમરેલી પોલીસે તેનું જાહેરમાં સરઘસ કાઢ્યું હતું.
સોશિયલ મિડયા પર ખંડણી માગનારની ઓડિયો કલ્પિ વાયરલથઈ હતી. ખંડણીની ધમકી સાથે આ શખ્સ અમરેલીના SPને પણ પડકાર ફેંક્યો હતો તેનું પરિણામ આખરે આ વ્યક્તિને મળ્યું અને આખા શહેરમાં તેનું સરઘસ કાઢીને બતાવી દીધું કે ગુજરાત પોલીસમાં કેટલો પાવર છે અને તેઓ ગુનેગારને કંઈ રીતે પકડીને ખુલે આમ સજા કરી શકે