અનુપમાનું પાત્ર ભજવનાર અભિનેત્રીનું અંગત જીવન હતું આવું! વૈભવશાળી જીવન જીવે છે, જુઓ તસ્વીરો..

ટીવી શો ‘અનુપમા’ માં લીડ રોલ પ્લે કરનાર એક્ટ્રેસ રૂપાલી ગાંગુલી સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને અવાર-નવાર પોતાની તસવીરો શેર કરતી રહે છે. રૂપાલી ગાંગુલી ક્યારેકપોતાની અંગત જીંદગી સાથે જોડાયેલા ફોટા શેર કરીને ફેન્સને સરપ્રાઇઝ આપતી રહે છે. ખરેખર અનુપમાના પાત્ર દ્વારા રૂપાલી એ દરેક લોકોનું દિલ જીતી લીધું છે. ત્યારે આ જાણીને આશ્ચર્ય થાય કે, વર્ષો થી અનેક અભિનેત્રીઓ સિરિયલોમાં પાત્ર ભજવીને જે લોકપ્રિયતા મેળવી એ લોકપ્રિયતા અનુપમાં દ્વારા શરૂઆત થી જ મળી ગયો.

ખરેખર અનુપમા સિરિયલમાં રૂપાલી એક એવી ગૃહણીનું પાત્ર ભજવ્યું છે, જેમાં તેના જીવનમાં આવતા ઉતાર ચઢાવ સામે કંઈ રીતે સામનો કરે છે અને સાથો સાથ પોતાના પરિવારની જવાબદારીઓની સાથે તેના જીવનને ખરી રીતે જીવે છે એજ સંદેશ તે દરેક ગૃહણીઓને આપવા માંગે છે. આજે યુવાન પેઢીઓ થી લઈને વડીલો તેંજ પુરુષો પણ આ સિરિયલ જોવા થી નથી અચકાતા.

આજે અમે તમને રૂપાલી ગાંગુલીના જીવન સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો જણાવવા જઈ રહ્યા છીએ. રૂપાલી ગાંગુલીનો જન્મ 5 એપ્રિલ 1977 ના રોજ થયો હતો. તેણીનો જન્મ કોલકાતામાં થયો હતો.અને તે હાલમાં 44 વર્ષની છે. રૂપાલી ગાંગુલીએ માત્ર નાના પડદા પર જ નહીં પણ બોલિવૂડની ફિલ્મોમાં પણ અભિનય કર્યો છે. તેમના પિતાનું નામ અનિલ ગાંગુલી હતું, જે એક ફિલ્મ નિર્દેશક હતા. રૂપાલીની હોટલ મેનેજમેન્ટનો કોર્સ કર્યો છે.પરંતુ આ શોમાં અનુપમા એકદમ સરળ શૈલીમાં જોવા મળે છે.

રૂપાલી 44 વર્ષની છે પણ તેમ છતાં તે દેખાવમાં ખૂબ જ સુંદર છે. વાસ્તવિક જીવનમાં, રૂપાલી તેના પાત્ર અનુપમાની જેમ જ એક ખૂબ જ શાંત મહિલા છે. રૂપાલીએ બોલીવુડના દિગ્ગજ મિથુન ચક્રવર્તી સાથે પણ મોટા પડદા પર અભિનય કર્યો છે.રૂપાલી ગાંગુલીએ અભિનેતા મિથુન ચક્રવર્તી સાથે 1996 માં આવેલી ફિલ્મ અંગારામાં કામ કર્યું હતું. આ સમય દરમિયાન રૂપાલી માત્ર 19 વર્ષની હતી અને મિથુન ચક્રવર્તી તે સમયે 45 વર્ષના હતા. આ ફિલ્મના નિર્દેશક રૂપાલીના પિતા અનિલ ગાંગુલી હતા.

અંગત જીવનમાં રૂપાલી ગાંગુલીએ વર્ષ 2013 માં અશ્વિન વર્મા સાથે લગ્ન કર્યા. તમને જણાવી દઈએ કે રૂપાલી એક પુત્રની માતા પણ છે. રૂપાલી ગાંગુલી સોશિયલ મીડિયા પર પણ ખૂબ સક્રિય છે અને પોતાના દિકરા સાથે તેમજ પોતાના ખુબ સુંદર તસ્વીરો શેર કરતી રહે છે. ખરેખર સ્ટાર પ્લસ પર પ્રસારિત થતી સિરિયલોમાં પાર્વતી, તુલસી, પ્રેરણા, સાધના, સંધ્યા, અક્ષરા જેવા લોકપ્રિય પાત્રોને ને ભુલાવી દે એવું પાત્ર લોકોના દિલના વસ્યું છે તો તે છે, અનુપમા!

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *