વડોદરાના વેપારીને અચાનક જ કાળ ભરખી જતાં સંતાનો નોંધારા થઈ ગયા! મોતનું કારણ જાણીને આંચકો લાગશે…
દિવસે ને દિવસે અનેક પ્રકારના રોડ અકસ્માતન બનાવો બની રહ્યા છે, ત્યારે હાલમાં જ એક ચોંકાવનારી અને દુખદ ઘટના બની છે. આ ઘટના અંગે વધુ વિગત આપીએ. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે સાવલીમાં પ્રોવિઝન સ્ટોર ચલાવતા પરિણીત યુવાનનું અકસ્માતમાં કરુણ મોત નીપજ્યું હતું. મોતનું કારણ એ છે કેએક્ટિવા સ્લીપ ખાઇ જતા રોડની વચ્ચેના ડિવાઇડર ભટકાતા માથામાં ગંભીર ઇજા પહોંચતા મોત નીપજ્યું હતું.
ઘટનાક્રમ જાણીએ તો આનંદનગર સોસાયટીમાં રહેતો 43 વર્ષીય ધવલકુમાર જગદીશચંદ્ર શાહ રવિવારે સમી સાંજે પોતાની એક્ટિવા લઇને ભાદરવા ચોકડી, ગર્લ્સ હાઇસ્કૂલ પાસેથી પસાર થઇ રહ્યો હતો. આ સમયે જ ક્ટિવા સ્લીપ ખાઇ જતા રોડની વચ્ચેના ડિવાઇડર ઉપર તે ભટકાયો અને તેના કારણે માથામાં ગંભીર ઇજા પહોંચી અને હોસ્પિટલમાં દાખલ કરતાં મૃત જાહેર કરેલ.
ધવલકુમાર શાહ ભાદરવા ચોકડી ખાતે મંગલમ્ નામની પ્રોવિઝન સ્ટોર ચલાવતો હતા પણ અચાનક મોત મળતા તેમના પરિવારમાં શોકમય વાતાવરણ છવાઈ ગયું છે. આ બનાવ અંગે સાવલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. સાવલી પોલીસે ફરિયાદના આધારે અકસ્માતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.
આ બનાવમાં પત્નીએ પતિની અને સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. જ્યારે પરિવારજનોએ એક આશાસ્પદ પુત્રને ગુમાવ્યો છે.આવા અનેક પરિવારના જીવનમાં આવો દુ:ખદ બનાવ બને છે. જેનું એક માત્ર કારણ રોડ અકમાત છે, જેથી કરીને દરેક લોકોએ સલામતી રાખવી જોઈએ.