બાબા કા ઢાબા ના બાબા એ માફી માંગી ! કીધું ” ગૌરવ વાસન ચોર નહતો”
એક વર્ષ પહેલા એ મુદ્દો ખુબ ઉપડ્યો હતો તે હતો બાબા કા ઢાબા નો દિલ્લી ના માલવીયા નગર મા એક બાબા ઢાબો ચલાવે છે અને પંજાબી અને ચાઈનીઝ જમવાનું વેચે છે ત્યારે ગૌરવ વાસન નામ ના યુટયુબરે તેનો વિડીઓ બનાવી વાયરલ કર્યો હતો અને વિડીઓ એટલો વાયરલ થયો કે અનેક લોકો તેની મદદ એ આવ્યા હતા.
જેમ જેમ વિડીઓ વાયરલ થયો તેમ તેમ બાબા ને ડોનેશન મળતુ ગયુ. ડોનેશન ની બાબત ને લઈ ને સ્વાદ ઓફીયલ ના ગૌરવ વાસન (યુટયુબર) અને બાબા વચ્ચે વિવાદ થયો અને બાબા એ આરોપ લગાવ્યો હતો કે ગૌરવ વાસને તેના ડોનેશન ના પૈસા લઈ લીધા અને બાબા એ ગૌરવ પર કેસ કર્યો હતો.
ત્યાર બાદ બાબા એ ડોનેશન ના રુપીયા થી નવી રેસટોરંનટ ખોલી હતી જયા એક વર્ષે મા નુકશાની સાથે તેને બંધ કરવી પડી અને ફરી પાછા જુના ઢાપા પર જમવાનું વેચવા લાગ્યા. ત્યારે અન્ય એક યુટયુબર વિડીઓ બનાવી બાબા ની મુલાકાત કરી ત્યારે બાબા એ જનતા ની અને ગૌરવ વાસન ની માફી માંગી હતી.
આપને જણાવી દઈએ કે જયારે બાબા અને ગૌરવ વાસન વચ્ચે વિવાદ થયો હતો ત્યારે ગૌરવ વાસન ને ઘણી તકલીફો નો સામનો કરવો પડ્યો હતો અને પોતાની સચ્ચાઈ સાબીત કરવા પોતાના બેન્ક સ્ટેટમેન્ટ પણ બતાવ્યા હતા.