શું દયાબેન પછી બબીતાજીએ શોમાંથી લીધી વિદાય! આ કારણે નથી જોવા મળતા સીરિયલમાં..
હાલમાં કોરોના બાદ તારક મહેતા સીરીયલનાં કલાકારોની શુટિંગ ગુજરાતનાં રિસોર્ટમાં ચાલી રહ્યું છે અને આ એપિસોડમાં બબીતાજી જોવા નથી મળી રહી છે ત્યારે હાલમાં જ જાણવા મળ્યું છે કે, મુનમુન દત્તા આ સિરિયલો છોડી દીધી છે! ખરેખર આ ઘટના પાછળ એક બનાવ બન્યો છે અને આસિત મોદી એ વાત જણાવી છે કે શા માટે બબીતાજી
થોડા સમય પહેલા જ મુનમુન દત્તાએ થોડા દિવસો પહેલાં જ પોતાના એક વીડિયોમાં આપત્તિજનક શબ્દનો ઉપયોગ કર્યો હતો. તેના કારણે તેને ટ્રોલ થવું પડ્યું હતું. તેમજ તેની સામે ઘણી ફરિયાદ પણ થઈ હતી.આટલું જ નહીં, તેની સામે FIRર નોંધવામાં આવી હતી આ ઘટના પછી મુનમુન જાહેરમાં માફી માંગી ચૂકી છે, પરંતુ હવે શોના નિર્માતાઓ આવી ઘટનાઓથી બચવા માટે વિશેષ રીત લઈને આવ્યા છે. હવે અંડરટેકિંગ પર શોના કલાકારો દ્વારા સહી કરાવવામાં આવશે, જેથી ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન સર્જાય. રિપોર્ટના અનુસાર, અસિત મોદીનું માનવું છે કે મુનમુન દત્તાની માફી પછી પણ આ વિવાદ શાંત નથી થયો
આ ઘટના પછી આસિત મોદીજીએ મહત્વનો નિર્ણય લીધો છે, આસિત મોદી ઇચ્છે છે કે મુનમુન દત્તાનો ટ્રેક થોડા દિવસો માટે ન લખાય જેથી સેટ પર કોઈ વિવાદ ન થાય. એક મહિનાથી શોમાં બબીતાજી એટલે કે મુનમુન દત્તા જોવા નથી મળી રહી. ઈટાઈમ્સ સાથે વાત કરતા નિર્માતા આસિત મોદીએ કહ્યું કે, મુનમુન દત્તા ‘તારક મહેતા’ માં બબીતાજીની ભૂમિકામાં શુટિંગ ચાલુ રાખશે. તેની શો છોડવાની વાત માત્ર અફવા છે.મામલો શાંત થતા ફરી જોવા મળશે.