ઘરે લગ્નની તૈયારી ચાલી રહી હતી અને જવાન ની અર્થી ઉઠી, શહીદ જવાન અમર રહો….
દેશની સેવા કરવાની ઉત્સાહ દરેક ભારતીયમાં ક્યાંક ને ક્યાંક છે. દેશ માટે કંઈક કરવાની ભાવના છે કે લોકો દરેક ક્ષણે પોતાનું બધું બલિદાન આપવા તૈયાર હોય છે આવી જ એક વાત એક એવી વ્યક્તિની છે. જેના ઘરે લગ્ન ની તૈયારી ઓ ચાલી રહી હતી પણ હવે તે ઘર મા અર્થી ઉઠશે. એક બેને રક્ષા બંધન પહેલા જ ભાઈ ને ખોયો છે.
27 વર્ષ ના કમલ દેવ વર્ષ 2015 માં ભારતીય સેનામાં જોડાયો હતા અને આ વર્ષે ઓક્ટોબરમાં તેના લગ્ન થવાના હતા. શુક્રવારે કમલની બંને બહેનો તેમના માતા ના ઘરે આવી હતી. કારણ કે રક્ષા બંધન નૉ તહેવાર નજીક આવી રહ્યો છે. બંને બહેનો ઇંદુ અને શશીએ કમલના સાથીઓ સાથે વોટ્સએપ પર એક વીડિયો કોલ દ્વારા લાંબી વાતો કરી હતી. પરંતુ શનિવારે સવારે સાત વાગ્યે ભાઈના મોતનો સમાચાર મળતા જ પરીવાર પર દુખ નો પહાડ ટુટી પડ્યો હતો. શહીદના પિતા મદન લાલ સુથાર છે. માતા બનિતા કુમારી ગૃહિણી છે જ્યારે મોટા ભાઈ દેવેન્દ્ર વૈદ્ય ગામમાં જ માલની ડિલિવરીનું વ્યક્તિગત કામ કરે છે.
આવી સ્થિતિમાં ક્યાંક પરિવાર બેવડી મુશ્કેલી આવી પડી હતી. એક તરફ પરિવારનો યુવાન પુત્ર શહીદ થયો હતો. બીજી બાજુ, ઘરનો કાયમી કમાતો સભ્ય ગયો. શહિદ થયેલ જવાન કોલેજ મા પ્રથમ વર્ષ બાદ દેશ સેવા માટે સેના મા જોડાયા હતા.
હિમાચલ પ્રદેશના હમીરપુર જિલ્લાના ભોરંજ સબ-ડિવિઝનના ઠુંમરલી ગામના રહેવાસી ડોગરા રેજિમેન્ટના જવાન કમલદેવ વૈદ્ય, જમ્મુ-કાશ્મીરના પૂંચ જિલ્લામાં લેન્ડમાઈન વિ-સ્ફોટને કારણે શહીદ થયા હતા અને આજે રાજ્યના સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.