Viral video

ભાવનગરની પૂર્વા એ મુત્યુ પહેલા ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરીને લખ્યું કે, ‘યૂં હી ચલા ચલ રાહી યૂંહી…’ રિલ્સ બની ગઈ જીવનનું અંતિમ સંભારણું

મનમાં આસ્થા અને હૈયે હરખ લઈને ગયેલ ભાવનગરની ત્રણેય બહેનપણીઓએ સ્વપ્નમાં પણ નહીં વિચાર્યું હોય કે, કેદારનાથની સફર એ જીવનની અંતિમ સફર બની રહેશે.આપણે જાણીએ છે કે, ગઈ કાલે કેદારનાથથી બે કિલોમીટર દૂર સવારના સમયે હેલિકોપ્ટર ક્રેશ થતાં બે પાઈલટ અને પાંચ શ્રદ્ધાળુ સહિત સાત લોકોનું દુઃખદ નિધન થયેલું. જેમાં ત્રણ યુવતી ભાવનગરની છે.

બે બહેનો પિતરાઈ હતી, જ્યારે પૂર્વા રામાનુજ નામની યુવતી જે સિહોરની રહેવાસી હતી તેણે તેની ટ્રિપના વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કર્યા હતા. ઇન્સ્ટાગ્રામ ‘યૂં હી ચલા ચલ રાહી યૂંહી…’ લખીને પૂર્વાએ સ્ટોરી અપલોડ કરી ત્યારે તેને કે ક્યાં ખબર હતી કે આ તેની અંતિમ સ્ટોરી હશે. આ જગતમાં ક્યારે શું થઈ જાય કોઈ નથી જાણતું.

મૃતક યુવતી વિશે જાણવા મળ્યું કે, બે પિતરાઈ બહેનોમાં ઉર્વી જયેશભાઈ બારડ અને કૃતિ કમલેશભાઈ બારડ બંને બહેનો ભાવગરના દેસાઈનગર-2માં રહે છે. કૃતિ બારડનો તોમૃત્યુના દિવસે જ જન્મદિવસ હતો. જ્યારે ઉર્વીના પિતા જયેશભાઇનું એક વર્ષ પહેલાં માર્ગ અકસ્માતમાં મોત થયું હતું. બંને બહેનોના આમ અકાળે મોત થતાં પરિવાર પર આભ ફાટી પડ્યું છે.

આ દુર્ઘટનાને પગલે ગુજરાત સરકારે ઉત્તરાખંડના રાહત વિભાગ સાથે ત્રણેય દીકરીનાં મોત બાદ તેમના મૃતદેહ ગુજરાત કેવી રીતે લાવી શકાય એ અંગે વાતચીત કરી છે. વાતચીત દરમિયાન ઉત્તરાખંડ સરકારે જાણકારી આપી છે કે, સૌપ્રથમ ત્રણેય દીકરીઓનું નજીકની હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ કર્યા બાદ રસ્તા માર્ગે કે પછી દેહરાદૂનથી હવાઈ માર્ગે તેમના મૃતદેહને ગુજરાત મોકલવાની વ્યવસ્થા કરવામાં આવશે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!