Gujarat

વ્યાજખોરો મા ફફડાટ! સુરત મા ગેરકાયદે વ્યાજખોરી કરતા 28 વ્યક્તિઓને ઝડપી પાડવામાં આવ્યા..જાણો વિગતે

આપણે જાણીએ છે કે, અનેક લોકો વ્યાજખોરીનાં લીધે પોતાનું જીવન ટૂંકાવી દેતા હોય છે. ત્યારે હાલમાં જ પોલીસ દ્વારા એવું વલણ દાખવવામાં આવ્યું કે, વ્યાજખોરોમાં ફડફડાટ મચી ગયો છે. વાત જાણે એમ છે કે,સુરત મા ગેરકાયદે વ્યાજખોરી કરતા 28 વ્યક્તિઓને ઝડપી પાડવામાં આવ્યા. ચાલો અમે આપને વિગતવાર માહિતી જણાવીએ કે, આખરે કઈ રીતે આ વ્યાજખોરોને ઝડપવામાં આવ્યા.વ્યાજખોરોનો ખાતમો બોલાવવા માટે સુરત પોલીસ દ્વારા ડ્રાઇવ ચલાવવામાં આવી હતી.સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, ગેરકાયદે વ્યાજખોરી કરતા 28 વ્યક્તિઓને ઝડપી પાડવામાં આવ્યા છે.

ગેરકાયદેસર વ્યાજની પ્રવૃત્તિઓથી કેટલીકવાર સમાજમાં નિર્દોષ લોકો આત્મહત્યા કરતા હોય છે. કેટલીકવાર ખુબ ઉંચા દરેથી વ્યાજ વસુલી કરી આવા ઇસમો મિલ્કત પચાવી પાડવી, જેવી ગુનાહીત પ્રવૃત્તી કરતા હોય છે.  સુરત શહેરમાં વ્યાખોરી પ્રવૃત્તિને અંકુશ લેવા માટે ઝોન 05 વિસ્તાર પોલીસ સ્ટેશનમાં ચાલતી આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ વિશે પાલ, અડાજણ, રાંદેર પોલીસ સ્ટેશનના તથા ડીવીઝન સુરત શહેર તથા અમરોલી, ઉત્રાણ, જહાંગીરપુરા પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ દ્વારા યાદી તૈયાર કરવામાં આવી હતી.

પોલીસ દ્વારા વ્યાજખોરો વિશે સંપૂર્ણ માહિતી એકત્રિત કર્યા બાદ વ્યાજખોરો ઉપર ત્રાટકી હતી.આ એક દિવસીય ડ્રાઇવ દરમિયાન કુલ 28 કેસો કરવામાં આવ્યા હતા. 28 ગેરકાયદેસર વ્યાજખોરો સામે શાહકારધારા કાયદા હેઠળ ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે. ગુજરાત નશાબંધી ધારા એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે. આ ડ્રાઇવ દરમિયાન ડાયરી નંગ -32, તારીખ વગરના કોરા ચેક નંગ -3, મોબાઇલ નંગ -૦7, નાની – મોટી બુક નંગ -18 તેમજ રોકડા 38000 વગેરે જેવી ચીજવસ્તુઓ, દસ્તાવેજો કબજે કરવામાં આવેલ છે.

​​​​​​​પોલીસ કમિશનર અજય તોમરે જાહેર જનતાને અપીલ કરી છે કે, પોતાનો રોજગાર, ધંધો કે બિમારીઓ માટે આર્થિક જરૂરીયાતો પૂરી કરવા બેન્ક સહકારી બેન્કો, મંડળી તથા અન્ય કાયદેસર ધીરધાર સંસ્થાઓ પાસેથી જ નિયમાનુસાર વ્યાજે રકમ લેવાનો આગ્રહ રાખવો જોઈએ. એટલું જ નહીં લાયસન્સ વગર ગેરકાયદેસર વ્યાજખોરી કરતા ઇસમો વિરૂધ્ધ અવાર નવાર કડકાઇપૂર્વકની કાર્યવાહી કરવામાં આવશે. લાયસન્સ વગર વ્યાજનો ધંધો કરવો એ કાયદા વિરૂધ્ધની પ્રવૃત્તિ છે, ગેરકાયદેસર છે. આવી પ્રવૃત્તિ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!