ભાવનગરમાં વધુ એક ૧૭ વર્ષીય યુવકનું પણ ઊંઘમાં જ મોત, મોતનું કારણ જાણીને હચમચી જશો….
હાલમાં દિવસેને દિવસે હાર્ટ એટેકના પ્રમાણ ખૂબ જ વધી રહ્યો છે , ત્યારે હાલમાં જ વધુબ એક ૧૭ વર્ષીય યુવકનું મોત થયું છે. આ દુઃખદ ઘટનાને કારણે પરિવારજનોમાં શોકનો માહોલ છવાઇ ગયો છે. આપણે જાણીએ છે કે હાલમાં દિવસે ને દિવસે અનેક હાર્ટ એટેકના બનાવો સામે આવે છે, ત્યારે આ બનાવ પણ ખૂબ જ ચોંકાવનાર છે.
સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, પાટણ બાદ ભાવનગરમાં પણ નાની વયે હાર્ટ અટેકે જીવ ગુમાવ્યો છે. ભાવનગરના 17 વર્ષિય વિજય ચૌહાણનું મોત થયું છે.
એબીપી ન્યુઝના અહેવાલ પ્રમાણે જાણવા મળ્યું હતું કે, વિજય ચૌહાણ નામનો માત્ર 17 વર્ષનો કિશોર રાત્રે 10 વાગ્યે સુઇ ગયો હતો, પરંતુ ઊંઘમાં જ તેમને હાર્ટ અટેક આવી જતાં તે સૂતા બાદ જાગ્યો જ નહી.
તેમને બેભાન અવસ્થામાં જોઇને ભાવનગરના માઢીયા ગામેથી 108 દ્વારા સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો હતો. જ્યાં સારવાર બાદ હાર્ટ અટેકના હુમલા થી આ વિજય ચૌહાણનું અવસાન થયું હતું આ કારણે પરિવારમાં ભારે શોકમય વાતાવરણ છવાઈ ગયું છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.