Gujarat

જીવતા જીવે તો લોકો ની સેવા કરી જ પરંતુ મૃત્યુ બાદ પણ સ્વ. રાજુભાઈ બારૈયા એ માનવતા મહેકાવી

કહેવાય છે ને કે માનવતા થી મોટો કોઈ ધર્મ નથી. તે વાત ઘણા લોકો સત્ય સાબીત કરી બતાવે છે. આજે અમે તમને એવા જ એક વ્યક્તિ ની વાત કરવા જઈ રહ્યા છીએ જે આ વાત ને ખરી કરી બતાવી છે. ભાવનગર ના રાજુભાઈ બટુકભાઈ બારૈયા 15/08/2021 એટલે કે આજે સ્વર લોક વાસ થયો છે. જેવો તેવુ જીવન જીવ્યા છે તેમાથી ઘણા લોકો પ્રેરણા લય શકે છે.

રાજુભાઈ ને છેલ્લા કેટલાક મહિના થી આતર મા તકલીફ હોવાથી ભાવનગર ની સીવીલ હોસ્પીટલ મા સારવાર ચાલી રહી હતી અને આજે તેમનુ દુખદ નીધન થયુ હતુ. રાજુભાઈ ઘણા વર્ષો થી લોક સેવા કરી રહ્યા છે. તેવો ભાવનગર ની તળબદા કોળી જ્ઞાતીની વાડી ( ઘોઘારોડ પર આવેલી) ના પ્રમુખ હતા. અને તેવો એ 2015 મા જ પોતાનું અંગદાન નુ વસિયત નામુ ભાવનગર ની રેડક્રોસ સોસાયટી કરી આપ્યુ હતુ.

રાજુભાઈ બારૈયા હંમેશા લોકસેવા મા આગળ રહેતા અને તેવો ની ઈચ્છા હતી કે તેમનું શરીર કોઈ અન્ય ને ઉપયોગી થાય એ માટે તેવો ઘણા વર્ષો પહેલાજ આ વસિયત નામુ કરી આપેલું આ દેહદાન વસિયત નામા મા લખવામાં આવેલુ કે “હું, નીચે સહી કરનાર આ મારા સ્વૈચ્છિન્ને વૈસિયતનામથી મશ મૃત્યુબાદ મારી આંખોનું કોઈ અંધ વ્યક્તિની ની પુનઃપ્રાપ્તિ, અંધાપા નિવારણ અથવા આંખના રોગોના ઉપથો માટેના સંશોધન અર્થે ઉપયોગમાં લેવા માટે સુદાન પ્રવૃત્તિમાં દાન કરવા સંકલ્પ કર્યું તેમજ મારા મૃત્યુબાદ મારા મૃતદેહને બાળી કે દાટી અંતિમ સંસ્કાર કરવાને બદલે આરોગ્ય ક્ષેત્રે અભ્યાસ કરાવતી કોઈપણ સરકાર મા વૈદ્યકિય સંસ્થામાં વિદ્યાર્થીઓના અભ્યાસ કૈં તેમજ અન્ય આરોગ્ય અને સંશોધનાથ સો આપવા વિનંતી કરું છું.

મારી ઉપરોક્ત બન્ને અંતિમ ઈચ્છાને માન આપી તેને અતી બનાવવા માચ વારસદારો, સગાંવહાલાંઓ, મિત્રો તેમજ સંબંધીઓ સી કોઇને આ વસિયતનામાથી વિનંતી કરૂં છું. આશા છે કે મારું મૃત્યુબાદ મારી ઉપરોક્ત હિત ઈચ્છા પૂર્ણ કરશે.”

રાજુભાઈ એ જીવતા હતા ત્યારે તો લોક સેવા કરી જ પરંતુ મૃત્યુ બાદ પણ મહેકાવી છે ખરેખર રાજુભાઈ અને તેમનો પરીવાર ધન્યવાદ ને પાત્ર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!