“પહેલા નોકરી પછી ફી” ભાવનગર ના શિક્ષક માધાભાઈ ડાભી નુ અનોખુ કાર્ય, જાણો વિગતે
આજે શિક્ષક દિવસ આ દિવસે આપણે એક ખાસ શિક્ષક ની વાત કરવી છે જેનુ કાર્ય જાણી ને સલામ કરશો જેનુ નામ માધાભાઈ ડાભી છે અને તેવો મુળ ભાવનગર ના છે.
હાલ ના મોંઘવારી ના સમય માં કશું ફ્રી મળતું નથી પણ આજે તમને એવા વ્યક્તિ વિશે વાત કરવી છે કે તેવો નું કામ જાણી તમને સલામ કરવાનું મન થશે. હાલ ના સમય માં કોઈ પણ શૌક્ષણિક સંસ્થા માં અભ્યાસ કરવો હોય તો ફી પહેલા જમા કરાવી પડે છે અને ત્યાર બાદ એડમિશન મળે છે.
પરતું અમે તમને જેની વાત કરવા જય રહ્યા છીએ તેવો માધાભાઈ ડાભી કે જેવો નું મૂળ વતન ભાવનગર ના ખાંડસલીએ ગામ ના વતની છે તેવો ની શૌક્ષણીક સંસ્થા સાહસ એકેડમી ચલાવે છે જેમાં એડમિશન લેવા માટે તેવો શરૂમાં વિદ્યાર્થી પાસે થી એક રૂપિયો પણ લેતા નથી અને એડમિશન આપે છે અને વિદ્યાર્થી પાસ થાય અને નોકરી આ લાગે ત્યાર બાદ વિદ્યાર્થી પાસે થી યોગ્ય ફી લે છે અને તેવો સેવા ની રીતે આ એકેડમી ચલાવે છે. અને ભારત દેશ ની પરંપરા મુજબ તેવો પેહલા “શિક્ષા પછી દીક્ષા” ની પધ્ધતિ થી આ સેવા નું કાર્ય કરે છે.
આપને જણાવી દઈએ કે માધા ભાઈ ડાભી છેલ્લા 32 વર્ષ થી ભાવનગર ની બી.એમ કોમર્સ સ્કૂલ સેવા આપી રહ્યા છે અને તેવો ને વર્ષો પહેલા GPSC ની પરીક્ષા આપવા માંગતા હતા પરંતુ પોતાના પાસે પૂરતું સાહિત્ય ન હતું અને માર્ગદર્શન આપે તેવું પણ કોઈ ન હતું ત્યાર બાદ આજના સમય માં કોઈ ગરીબ બાળક ને આવી મુશ્કેલી નો સામનો ના કરવો પડે તે માટે તેવો આ ઉમદા કાર્ય કરે છે. અને અત્યાર સુધી માં માધાભાઈ ડાભી મા 700 થી વધુ વિધાર્થી ઓ ને વિવિધ પ્રકાર ની નોકરી એ લગાડ્યા છે અને ખાસ પદ પર તેવો અધિકારીઓ છે. ભાવનગર ના ઘોઘા રોડ પર આવેલા સાહસ એકેડમી માં વિદ્યાર્થી ઓ ની સંખ્યા સતત વધી રહી છે હાલ કોરોનાકાળ હોવાથી શૌક્ષણીક કાર્ય બંધ છે.