Gujarat

ભાવનગર આવો તો આ ખાસ જગ્યા ઓ પર ફરવા જાવાનુ નો ભુલતા

ભાવનગર  મા અનેક હરવા ફરવાના સ્થળ છે જેમા બોર તળાવ ,કુડા બીચ,કોળિયાક બીચ ( નિષ્કલંક મહાદેવ મંદીર) , ખોડીયાર મંદિર રાજપરા પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે ભાવ થી 24 કિલોમીટર ના અંતરે આવેલું તળાજા રોડ ભંડારીયા ગામ પાસે આવેલુ મેલકડી ગામ પાસે ઉત્તમ સ્થળ આવેલું છે આ સ્થળ ચોમાસા ની સીઝન મા જાવા માટે નુ ઉત્તમ સ્થળ  છે ત્યા નુ વાતાવરણ એક દમ પ્રાકૃતિક આનંદ આપશે. ડુંગર અને ડુંગર પર આવેલી પવનચક્કી ઓ આનંદ આપશે અને ત્યા આજુબાજુ ના વિસ્તાર મા માલધારી સમાજ વસવાટ કરે છે.

ભાવનગર  સીટી થી નજીક માત્ર 40  મીનીટ  મા પહોચી જવાતુ હોવાથી રજા ના દિવસો મા અહી લોકો નો જમાવડો રહે છે પણ હજી ઘણા લોકોને આ સ્થળ  વિશે માહીતી નથી. આ સ્થળ પર તમે ગુગલ મેપ ના આધારે આસાની થી પહોચી શકશો અને જો ગુગલ મેપ નો ઉપયોગ  ના કરવો હોય તો પણ રસ્તો  યોગ્ય  હોવાથી લોકો પાસે માહીતી મેળવી તમે ત્યા  પહોચી શકો છો મેલકડી ગામ ના નીચેના ભાગ પર શ્રી ધાવડી  માતાજી  નુ મંદીર આવેલુ છે અને ડુંગર ઉપર શ્રી ખોડીયાર માતાજી નુ મંદીર આવેલું છે. ડુંગર પર થી આજુબાજુ વાડી વિસ્તાર  નો નજારો  અલૌકિક  છે.

તખ્તેશ્વર મહાદેવ મંદીર :- આ મંદીર ભાવનગર શહેર ના મધ્ય મા આવેલુ છે અને જેની સ્થાપના ભાવનગર ના રાજવી પરીવાર દ્વારા કરવામા આવી હતી. ટેકરી પર આવેલા આ મંદીર પર થી ભાવનગર શહેર નો સુંદર નજારો જોવા મળશે.

હાથબ બંગલા:- ભાવનગર હાથબ ગામે આવેલું હાથબ બંગલા જોરદાર બીચ છે ભાવનગર શહેર ના લોકો રવિવારે વધારે ત્યા પીકનીક માટે જાય છે. જયા રહેવાની પણ સગવડતા છે આ ઉપરાંત ખુબ સુંદર દરયાનો નજારો જોવા ભળશે.

આમ ભાવનગર  થી નજીક ફરવા લાયક સ્થળો માથી આ સ્થળ ઉત્તમ છે અને જો તમે ફરવા જાવ અને ત્યા  ના ફોટોસ  અમારી સાથે શેર  કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!