Gujarat

ભાવનગર : પ્રેમ કહાની નો કરુણ અંત પતિ એ જ પત્નિ ની હ-ત્યા કરી નાખી અને પછી પોતે..

જગતમાં પ્રેમમાં જેટલું દુઃખી થાય છે, એનાથી બીજું ક્યાંય કોઈ નથી થતું. ખરેખર આ ઘટના ખૂબ જ દુઃખ દાયક છે. તમને જાણીને નવાઈ લાગશે કે, હાલમાં જ પ્રેમનાં લીધે એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. આપણે હિન્દૂ ધર્મમાં કહેવાય છે કે, અગ્નિ સાક્ષીએ લોકો સાથે સાત જન્મો સુધી રહેવાના વચનો લેતા હોય છે. ત્યારે હાલમાં ભાવનગર શહેરમાં એક દુઃખ ઘટના બની છે, જેના લીધે દિવાળીના શુભ પર્વમાં કાળજનક ઘટના બની ગઈ છે.

સાત જન્મ સુધી સાથ આપવાનું કહેનાર પ્રેમી પતિએ પ્રેમલગ્નના માત્ર એક જ વર્ષમાં પ્રેમિકા પત્નની હત્યા કરી છે.
હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, ભાવનગર શહેરની 19 વર્ષીય ચાર્મી પ્રવિણભાઈ નાવડીયાએ આજથી એક વર્ષ પૂર્વે વિશાલ ભૂપત વાઘેલા નામના શખ્સ સાથે લવ મેરેજ કર્યાં હતાં અને પ્રેમી પતિ સાથે સુરત સ્થાયી થઈ હતી.

હાલમાં જ એક ઘટના બની હતી કે, સચીને પોતાની પત્ની મહેંદી હત્યા કરી એ ઘટના એ વેગ પકડ્યો હતો, ત્યારે આ ફરી આવી ઘટનાએ લીધે ખરેખર એ આ શરમજનક અને આઘાતજનક ઘટના છે. વાત જાણે એમ છે કે, વિશાલે લગ્નના થોડા જ સમય બાદ ચાર્મીને હેરાન કરવાનું શરૂ કરી દીધુ હતું. જેથી અવારનવાર ઝઘડાઓ થતાં હતાં. અંતે સહન ન થતાં ચાર્મી 20 દિવસ પૂર્વે પતિને છોડી પુનઃ ભાવનગર પોતાના પિતાને ઘરે આવી હતી.

વિશાલ પણ યુવતી પાછળ આવ્યો હતો અને હેરાન પરેશાન કરી જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો. જેથી ચાર્મીએ પોલીસ સ્ટેશનમાં અરજી પણ આપી હતી.ચાર્મી ઘરમાં એકલી હતી ત્યારે પતિ વિશાલ તેના સાગરીતો સાથે ચાર્મીના ઘરમાં ઘૂસ્યો હતો અને ઝઘડો કર્યો હતો, ઝઘડો ઉગ્ર બનતાં પતિ વિશાલે તેની પાસે રહેલી છરીના પત્ની ચાર્મી ઉપર ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધી હતી અને પોતે પણ એક ઘા પોતાના પેટમાં ભોક્યો હતો

સોસાયટીના અન્ય મકાનમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં બે વ્યક્તિઓ ચાર્મીના ઘરમાં જતા દેખાઈ છે.આ ઘટના અંગે ચાર્મીના પરિવારજનોએ પોલીસ પર પણ આક્ષેપ લગાવ્યા હતાં કે,વિશાલ અવારનવાર ધમકી આપતો મારવાની અને પોલીસમાં અરજી આપી હોવા છતાં પોલીસે કોઇ કાર્વાહી કરી ન હતીં.આ બંને પક્ષે અરજીઓ થઈ હતી અને તેની તપાસ પણ ચાલુ જ હતી. ખરેખર આ ઘટના ખૂબ જ આઘાત જનક અને ચોંકાવી દેનાર છે. ત્યારે દિવાળીમાં આ ઘટના લીધે બને પરિવારના જીવન ખરાબ થયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!