માધુરી દીક્ષિત હવે ભાડા ના ફ્લેટ માં રહેશે પણ ફ્લેટનું ભાડું જાણશો તો….
આપ સૌ જાણો છો કે બોલીવુડ એક્ટર અને એકટ્ર્સ ખુબજ વિશાળ અને હાઈ-ફાઈ ઘરોમાં રહેતા હોઈ છે, પરંતુ ઘણા ફિલ્મ-સ્ટાર પોતાની પાસે અઢળક સંપતી હોવા છતાં પોતાના ઘરમાં નહિ, પરંતુ ભાડાના મકાનમાં રહેવાનું પસંદ કરતા હોઈ છે, તેવુજ બોલીવુડ એકટ્રેસ માધુરી દીક્ષિત ને આપ સૌ લૂકો જાણો છો. તેમણે હાલ મુંબઈ, વર્લી સ્થિત ઇન્ડિયાબુલ્સ બ્લુ બિલ્ડીંગના ૨૯ માં માળે ફ્લેટ ભાડે લીધો છે,
તેમણે આ ફ્લેટ ૩ વર્ષ માટે ભાડે લીધો છે. અને આ ફ્લેટ ની ડીલ તેમણે તા.૨૬ ઓકટોબર ના રોજ સાઈન કરી છે. નવાઈ ની વાત તો એ છે, કે આ ફ્લેટ નું ભાડું દર મહીને રૂ.૧૨.૫ લાખ રૂપિયા છે, અને આ ફ્લેટ ની ડીપોઝીટ માધુરી દીક્ષીતે રૂ.૩ કરોડ આપેલ છે. જે સાંભળી ને જ તમને આશ્ચર્ય થશે. તેમના આ ફ્લેટ ૫૦૦૦ થી ૬૦૦૦ સ્કેવર ફૂટના છે, અને એક સ્કેવર ફૂટનો ભાવ ૭૦ હજાર રૂપિયા છે, અને ઇન્ડિયાબુલ્સ બ્લુ બિલ્ડીંગ માં કુલ ૩૦૦ ફ્લેટ્સ છે, જેના ફલેટનો ની કિંમત આશરે ૪.૫ કરોડ થી ૧૫ કરોડ સુધીની છે.
માધુરી દીક્ષિત ના લગ્ન જીવન ની વાત કરીએ તો તેમણે ૧૭ ઓકટોબર ૧૯૯૯ ના રોજ ડોક્ટર શ્રીરામ માધવ નેને સાથે લગ્ન કર્યા હતા. નેને પણ મરાઠી બ્રાહ્મણ પરિવાર માંથી આવે છે. માધુરીને સંતાન માં બે દીકરાઓ છે, નામે અરીન તથા રિયાન છે.
માધુરીના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો આપ સૌ લોકો જાણો છે તેઓ હાલ “ડાન્સ દીવાને” શો જજ કરી રહ્યા છે, ત્યારબાદ તેઓ કરન જોહરના પ્રોડક્શન હાઉસ ની એક નેટફ્લીક્સ વેબ-સીરીઝ અનામિકા માં જોવા મળશે, માધુરી દીક્ષિત છેલ્લે ૨૦૧૯ માં “કલંક” ફિલ્મમાં જોવા મળ્યા હતા, માધુરી દીક્ષિત ની ઉંમર ૫૪ વર્ષની છે.
