India

ઉત્તર પ્રદેશમાં ભાજપની સત્તા લાવનાર પાર્ટીના પૂર્વ મુખ્યમંત્રી શ્રી કલ્યાણસિંહનાં નિધન થી પ્રધાનમંત્રીને લાગ્યો આઘાત…

 
આપણે સૌ કોઈ જાણીએ છે કે, સમયની સાથે ઘણું બધું બદલાઈ જાય છે! વર્ષ 2020માં આપણે અનેક રાજનેતાને ગુમાવ્યા છે અને હાલમાં જ રાજકારણ માંથી અનેક મહાન નેતાઓ નું નિધન થયું છે, ત્યારે હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શ્રી નું શનિવાર ના રોજ નિધન થયું છે. તેમના મુત્યુ નાં સમાચાર થી ઉત્તર પ્રદેશ તેમજ અનેક રાજનેતા ઓ શોક વ્યક્ત કર્યો છે. ત્યારે હાલમાં જ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રમોદીજી દ્વારા તેમને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી છે.

સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહનું શનિવારે 89 વર્ષની વયે દુઃખદ નિધન થયું વાત જાણે એમ છે કે, કલ્યાણ સિંહની તબિયત છેલ્લા બે મહિનાથી ખરાબ હતી. લખનઉની એસજીપીજીઆઈ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. કલ્યાણ સિંહ યૂપીના સીએમ સિવાય રાજસ્થાન અને હિમાચલ પ્રદેશના રાજ્યપાલ પણ રહ્યા હતા.

લાંબી બીમારી અને શરીરના ઘણા અંગો ધીરે-ધીરે ફેલ થયા પછી શનિવારે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ સદાય લોક કલ્યાણ અર્થે કાર્યરત રહ્યા છે અને તેઓ ભાજપના પ્રથમ મુખ્યમંત્રી શ્રી છે જેઓ ઉત્તર પ્રદેશની સત્તા સંભાળી હતી.કલ્યાણ સિંહને 21 જૂને લખનઉની લોહિયા સંસ્થાનમાં દાખલ કરવામાં આવ્યા હતા. 4 જુલાઈના રોજ તેમની તબિયત વધારે ખરાબ થઇ તો યૂપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તેમને મળવા પહોંચ્યા હતા.

રક્ષા મંત્રી રાજનાથ સિંહ, યૂપીના ડિપ્ટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યા સહિત પ્રદેશ સરકારના ઘણા મંત્રી હોસ્પિટલમાં તેમની હાલચાલ પૂછવા ગયા હતા. તબિયતમાં સુધારો ના થતા તેમને PGI શિફ્ટ કરવામાં આવ્યા હતા આખરે વિધાતા નાં લેખ કોણ મિટાવી શકે છે. આખરે તેમનું દુઃખ નિધન થયું. યૂપીની રાજનીતિમાં કલ્યાણ સિંહનું એક એવું નામ છે જેને ક્યારેય ભૂલાશે નહીં. કલ્યાણ સિંહે એક વર્ષમાં બીજેપીને એ સ્થાન પર લાવી દીધી હતી જ્યાં પાર્ટીએ 1991માં પોતાના દમ પર યૂપીમાં સરકાર બનાવી હતી. કલ્યાણ સિંહ યૂપીમાં બીજેપીના પ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા. ઈશ્વર તેમની દિવ્ય આત્માને શાંતિ આપે એજ પ્રાર્થના.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!