મોત નુ કાઈ નક્કી નહી ક્યારે આવે ?? રાજકોટ ના ધારાશાસ્ત્રી નુ ફેસબુક લાઈવ વિડીઓમા નિધન થયું

આ દેહમાંથી જીવ ક્યારે ખોરડું છોડીને ચાલ્યું જાય તે ખબર જ નથી મળતી! કહેવાય છે ને કે જન્મ અને મુત્યુ એ ઈશ્વરના હાથમાં છે, આપણે તો બસ જીવનને જીવવા નાં જ નિર્મિત માત્ર છે. જ્યાં સુધી જીવિત છો ત્યા સુધી જીવન જીવી લેવું જોઈએ કોને ખબર ક્યારેય મુત્યુ આવી જાય. હાલમાં જ એક એવી ઘટના બની કે રાજકોટના પ્રખ્યાત ધારાશાસ્ત્રીનું નિધન ખૂબ જ અનોખી રીતે થયું હા! આ મુત્યુ ને સૌ કોઈ નજરો સમક્ષ નિહાળ્યું. હા આ વાત તદ્દન સાચી જ છે. રાજકોટના જાણીતા સિનિયર ધારાશાસ્ત્રી શ્રી અતુલભાઈ રમણીકલાલ સંઘવી મધ્યરાત્રીના સમયે ફેસબુક લાઈવમાં વાર્તાલાપ કરી રહ્યા હતા અને આ જ દરમિયાન હાર્ટએટેક આવતા તેમનું નિધન થયું.

કહેવાય છે ને કે, કુદરતી મુત્યુ ભાગ્યેજ મળે છે અને એમાં પણ આ અચાનક આવેલા હાર્ટ અટેક દરમિયાન અનેક લોકો મુત્યુનાં સાક્ષી બન્યા હતા. સંઘવી સાહેબનું જીવન સદાય લોકકલ્યાણ અને સદ્દકાર્યોમાં જ વિત્યું હતું.રાજકોટ ની જાણીતી સંસ્થા “બોલબાલા” ટ્રસ્ટ ની અનેકવિધ સામાજીક; સેવાકીય પ્રકલ્પોમાં જોડાયેલા હતા.. રાજકોટ સિટી પોલીસ અને બોલબાલા ટ્રસ્ટ ના ટ્રાફિકના લગતા અનેક પ્રોજેક્ટ માં અગ્રેસર રહી કો-ઓર્ડિનેટર તરીકે જવાબદારી સંભાળી રહ્યા હતા.

તેમમાં જીવનમાં તેમણે અનેક ઉપલબ્ધીઓ પ્રાપ્ત કરેલ હતી જેમાં તેઓ અનેક રાષ્ટ્રીય કૃત બેંકો;સહકારી બેંકો;અને પ્રાઈવેટ બેંકોમાં એડવોકેટ ની પેનલ ઉપર વર્ષો થી કાર્યરત હતા અને ખાસ તો બોલબાલા ટ્રસ્ટમાં મહત્વનું યોગદાન આપ્યું હતું લોકડાઉન દરમીયાન અનેક ગણી સેવા કરી હતી. આ કાર્યનાં લીધે રાજકોટ ની જાણીતી સામાજીક સંસ્થા “દીકરાના ઘર” દ્વારા કોરોના વોરિયર્સ તરીકે સન્માનિત કરેલ હતા.

.શ્રી સંઘવી એ રાજકોટમાં પ્રાથમિક અને હાઇસ્કુલ નું શિક્ષણ પ્રાપ્ત કરી રાજકોટ ની સરકારી એ. એમ. પી. લો કોલેજ માં કાયદાનો અભ્યાસ પૂર્ણ કરી ૧૯૮૩ થી વકીલાત ના વ્યવસાય માં જોડાયેલા હતા. શ્રી સંઘવી ના માતાપિતા ના ધર્મપરાયણતા ના અને જીવદયા ના સંસ્કારો ના કારણે રાજકોટ ની અનેકવિધ સામાજીક; સેવાકીય અને જીવદયા ને લગતી સંસ્થા સાથે જોડાયેલા છે એટલું જ નહીં પરંતુ આ સંસ્થાઓના પ્રકલ્પોમાં તન; મન અને ધન થી જોડાયેલા હતા. આવા સેવાભાવી અને નિર્મળ સ્વભાવ ધરાવનાર સંઘવી સાહેબના આત્માને ઈશ્વર શાંતિ અર્પે એજ પ્રાર્થના.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *