નરેન્દ્ર મોદીજીના શપથ સમારોહમાં અદાણી, અંબાણી પરિવાર સહિત બોલીવુડના કલાકારો એ આપી હાજરી, જુઓ આ ખાસ તસવીરો આવિસ સામે….
કાલનો દિવસ ભારત દેશ માટે ઐતિહાસિક હતો કારણ કે ગુજરાતના પનોતા પુત્ર અને વિશ્વના લોકપ્રિય નેતા શ્રી નરેંદ્રભાઈ દામોદરદાસ મોદીજીએ ત્રીજી વખત દેશના પ્રધાનમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે.
આ શપથ સમારોહ રાષ્ટ્રપતિ ભવન ખાતે સાંજે રાખવામાં આવ્યો હતો. તમામ રાજનેતાઓ તેમજ દેશ વિદેશના પ્રધાનમંત્રીઓ અને ઉદ્યોગપતિ તેમજ બોલીવુડના તમામ કલાકારો પણ હજાર રહ્યા હતા.
ખરેખર આપણા ભારત દેશ માટે આ ગૌરવશાળી પળ કહેવાય કારણ કે જવાહર નહેરુ બાદ હવે નરેન્દ્ર મોદી સતત ત્રીજીવાર દેશના પ્રધાનમંત્રી તરીકે શપથ લેશે. તેમના નેતૃત્વમાં ભારત દેશ વિકસિત બનશે, જેમાં કોઈ શંકાને સ્થાન નથી. તમને જણાવીએ દઈએ કે, હાલમાં જ આ શપથ સમારોહની ખાસ તસવીરો સામે આવી છે. આ તસવીરોમાં તમે કોઈ શકશો કે, અંબાણી પરિવારે પણ આ શપથ સમારોહમાં હાજરી આપી હતી
વર્ષ ૨૦૨૪ ની લોકસભાની ચૂંટણીમાં ભાજપ ભલે ૪૦૦ પાર ન થઈ શક્યું પણ છતાં પણ ભાજપ પોતાના દમ પર 240 સીટ જીત્યું અને સાથોસાથ એનડીએના ગંઠનબંધન હેઠળ કુલ 292 સીટ સાથે સરકાર રચીને નરેન્દ્ર મોદીજીએ ત્રીજીવાર ભારતના પ્રધાનમંત્રી બન્યા છે, ખરેખર મોદીજીની સફર એ તેમના સંઘર્ષનું પરિણામ છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે ભાજપ પ્રથમવાર 2 સીટી લોકસભામાં જીતી હતી અને આજે લોકસભાની સૌથી મજબૂત પાર્ટી તરીકે સ્થાન ધરાવે છે.
આ શપથ સમારોહની તસવીરો સામે આવી છે, આ તસવીરોમાં તમે જોઈ શકશો કે ગૌતમ અદાણી, મુકેશ અંબાણી અને શાહરૂખ ખાન સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા. ખરેખર આ એક ગૌરવવંતી ક્ષણના સાક્ષી બનવું એ પણ એક લ્હાવો છે. દેશની એકતાનો સંદેશને સાકાર કરીને સૌ કોઈ આ શપથ સમારોહમાં હાજરી આપી હતી.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.