મુસ્લિમ યુવાનોએ કરી વૃદ્ધ મહિલાની હિન્દૂ રિવાજ મુજબ અંતિમ ક્રિયા કારણ જાણીને હદય દ્રવી ઉઠશે..
માનવ સેવા એજ પ્રભુ સેવા! આપણે સૌ કોઈ ઈશ્વરના હાથે ઘડાયેલ રમકડાં છે જેની સાથે ઈશ્વર બે ઘડી રમી લે છે. જીવન આપણું રંગમંચ છે જ્યાં આપણા પાત્રનો અભિનયપૂર્ણ ન થાય ત્યાં સુધી અભિનય કરતું રહેવાનું છે. અહીંયા કોણ હિન્દૂ અને કોણ મુસ્લિમ એ ક્યારેય વિચારવું જ નહીં કેમ કે, જગતમાં સૌથી મોટો ધર્મ માનવતા નો છે. ઈશ્વર દરેક જીવમ વસે છે એટલે માનવતા ને ક્યારેય નેવે ન મુકવી જોઈએ.
આજે આપણે એક એવી ઘટના વિશે વાત કરીશું જે લોકોને પ્રેરણા આપશે કે માનવતા જ શ્રેષ્ઠ છે. માણસ રૂપ રંગ અને જાતિ થી અને તેના સ્વભાવ થી અલગ હોય શકે પરંતુ ડ્રેમ નિ આત્મા તો એક જ છે તેના કશું એવું નથી.જેમાં આપણે ભેદભાવ પારખી શકીએ. હાલમાં જ એક એવી ઘટના બની જેમાં બીલીમોરા ગૌહરબાગ સોમનાથ માર્ગ પર આવેલા એક એપાર્ટમેન્ટમાં રહેતા વૃદ્ધ દંપતી પૈકી વૃદ્ધ મહિલાનું થોડા સમય અગાઉ કોરોનાની સારવાર બાદ સાજા થઈ ઘરે આવ્યાં હતા.
વૃદ્ધ મહિલાનું મુત્યુ નીપજ્યું હતું. જ્યાં કોરોનાની ભીતિના કારણે સ્થાનિકો અળગા રહ્યા હતા. એકતા ટ્રસ્ટના મુસ્લિમ યુવાનોને આ વાતની જાણ થતાં તેઓ વૃદ્ધની મદદે આવ્યાં હતા અને તેમણે હિન્દુ રીતિ રિવાજ અનુસાર વૃદ્ધાની અંતિમ ક્રિયા કરી માનવતાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.ખરેખર આ યુવાનોને તેમની આ. કામિગરી બદલ અભિનંદન અને વંદન પાઠવા જોઇર કારણ કે આ મહામારીમાં લોકો પોતાના સ્વજનો થી દુર રહે છે ત્યારે આ તો પારકા હતા.
એ પણ અલગ ધર્મ છતાં તેમણે માનવતા નો ધર્મ જોયો અને આ સદ્દકાર્યો કર્યા જે પુણ્યનું ભાથું કહેવાય.જ્યાંરે મુસ્લિમલોકો ને ખબર પડી કે તેમના પરિવારમાં કોઈ નથી હાલમાં ત્યારે તેઓએ મૃતકના ઘરે પહોચી તેમની હિન્દુ રીતરિવાજ અનુસાર અંતિમવિધિ કરી હતી. ખરેખર વંદન છે તેમની આ કામગીરીને આપણે સૌ કોઈ તેમના આ કાર્યમાંથી પ્રેરણા લેવી જોઈએ.