એક કલાકમાં ખાય જાઓ 4 કિલોની વાનગીની થાળી અને જીતો બુલેટ!

આ દુનિયા અજબ ગજબ છે અને અહીંયા વસતા લોકો તો એના થી પણ વિશેષ હોય છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે એવી અનેક જગ્યાઓ હોય છે જ્યાં ધમાકેદાર અને અશક્ય શરત તમારી સમક્ષ મૂકે છે તમારે પૂર્ણ કરવાની હોય છે અને જેના બદલામાં તનને પુષ્કળ ઇનામ ભેટમાં મળે છે.

આજે અમે એક એવી હોટલ વિશે લઈને આવ્યા છે જ્યાં તમને જમવાના બદલામાં 1.67 લાખ કિંમતની શાનદાર બુલેટ મળશે.પુણેના એક રેસ્ટોરન્ટમાં આવનાર ગ્રાહક રોયલ એનફીલ્ડ બુલેટ જીતી શકે છે. રેસ્ટોરન્ટ ઓફર કાઢી છે કે જો કોઈ ગ્રાહક 60 મિનિટમાં તેમની એક ‘બુલેટ થાળી’ ખાઈ જશે તેને ઈનામમાં ‘રોયલ એનફિલ્ડ બુલેટ’આપવામાં આવશે. નવાઈની વાત એ છે કે અત્યાર સુધીમાં એક જ ગ્રાહક આ થાળી ચપાચટ કરીને બુલેટ ઈનામમાં જીતી ચૂક્યો છે.

રેસ્ટોરન્ટની આ ‘બુલેટ થાળી’ નો-નવેજ છે .જેમાં 12 રીતની અલગ અલગ ખાવાની વસ્તુ પીરસવામાં આવે છે. થાળીનું વજન 4 કિલો હોય છે. અને એક થાળીની કિંમત 2500 રૂપિયા રાખવામાં આવી છે અને જેને માત્ર 1 કલાકરમાં પુરી કરવાની રહે છે, ત્યારે ખરેખર આ ઓફર ખૂબ જ સારી તો છે પરંતુ આટલું ખાવું પણ અશક્ય બની શકે પરતું કહેવાય છે ને કે લોકો કંઈક મેળવવા ગમે તે ગુમાવવા તૈયાર થઈ શકે છે.

આ થાળીને તૈયાર કરવા માટે રેસ્ટોરન્ટના 55 સભ્યોની મહેનત હોય છે. થાળીમાં ફ્રાય સુરાઈ, ફ્રાય ફિશ, ચી-કન, તંદુરી, ડ્રાય મ-ટન, ચિકન મસાલા અનેબિરયાની સામેલ છે. નવાઈ ની વાત તો એ છે કે હજુ સુધી આ બુલેટ થાળી ફક્ત એક જ વ્યક્તિ પૂરી કરી શક્યો છે. સોલાપુરનો સોમનાથ પવાર નામનો યુવાન એક કલાકની અંદર આ 4 કિલોની બુલેટ થાળી ઝાપટી ચમચકતી બ્રાન્ડ ન્યૂ બુલેટ જીતી ચૂક્યો છે ખરેખર આ ખબર સાંભળીને તમને મન થઇ ગયું હશે ને આ રસથાળ માણવાનો.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *