બુટલેગરોમાં ફડફડાટ ! બારડોલીનો વોન્ટનેડ આરોપી પ્રવીણ વાંસફોડાની ધરપકડ,24 જેટલા ગુન્હાઓમાં….
આપણે જાણીએ છે કે, હાલમાં જ સ્ટેટમોનિટરીંગ ટીમની બાતમીની આધારે રાજુલા પોલીસે કુખ્યાત બુટલેગર પિન્ટુને ઝડપી પાડ્યો હતો. ત્યારે હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, ફરી એકવા રકડોદરા જી.આઈ.ડી.સી પોલીસ મથકના પી.આઈ આર.એસ.પટેલએ મળેલ બાતમીમાં આધારે કુખ્યાત પ્રવીણની ધરપકડ કરી છે. આ ઘટના અંગે અમે આપને વધુ વિગતવાર માહિતી આપીએ.
સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે,સુરત જિલ્લામાં જુદા જુદા 10 જેટલા પ્રોહીબિશનના ગુનાનો કુખ્યાત બુટલેગર કે, જે છેલ્લા 1 વર્ષથી પોલીસ પકડથી દુર ભાગતો હતો, ત્યારે હાલમાં જ
રકડોદરા જી.આઈ.ડી.સી પોલીસ મથકના પી.આઈ આર.એસ.પટેલનર મળેલ બાતમીના આધારે ધરપકડ કરવામાં આવી હતી.
કડોદરા પોલીસ દ્વારા પ્રવીણની પલસાણા તાલુકાના વાંકાનેડા ગામની સીમમાંથી આરોપીની અટક કરવામાં આવી છે.કુખ્યાત પ્રવીણ વાંસફોડા કે જે પલસાણા તાલુકાના વાંકાનેડા ગામે હળપતિ વાસમાં હાજર હતો. પોલીસે રેડ કરી બુલેગરની અટક કરી હતી. જેના વિરુદ્ધમાં અલગ અલગ પોલીસ મથકોમાં ભૂતકાળમાં 23 જેટલા ગુનાઓ નોંધવામાં આવેલા છે.
આપણે જાણીએ છે કે, એક તરફ ચૂંટણી નજીકમાં છે, ત્યારે પોલીસ તંત્ર દ્વારા પણ કડક પગલાઓ લેવામાં આવ્યા છે, એવામાં દરેક શહેરમાં પણ પોલીસ સજ્જ થઈ છે અને કુખ્યાત આરોપીઓને ઝડપવા માટે ટીમ ગોઠવી છે, જેથી કરીને આવા વોન્ટેન્ડ આરોપીઓ જલ્દીથી પકડાય. હાલમાં તો પ્રવીણ વાંસફોડાની ધરપકડ કરીને તેની સાથે જોડાયેલા અન્ય નાના મોટા આરોપીઓની પૂછપરછ કરીને તેના સુધી પહોંચવાનો પ્રયત્ન કરશે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.