India

ક્રિકેટના બોલે બાળકનો જીવ લીધો! ૧૧ વર્ષના બાળકના પ્રાઇવેટ પાર્ટ પર બોલ વાગતા મોત થયું, ઘટના થઈ CCTV માં કેદ…જાણો ક્યાંની છે ઘટના

હાલમાં વેકેશન નો માહોલ ચાલી રહ્યો છે, ત્યારે બાળકો વેકેશનમાં ખાસ કરીને ક્રિકેટ રમતા હોય છે. હાલમાં જ એક ચોંકાવનાર કિસ્સો સામે આવ્યો છે. એક 11 વર્ષનો છોકરો તેના મિત્રો સાથે ક્રિકેટ રમતી વખતે તેના પ્રાઈવેટ પાર્ટ પર બોલ વાગવાથી તેનું મોત થયું હતું.

આ ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. આ દુઃખદ ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે, જેમાં જોવા મળે છે કે શૌર્ય ઘટના સમયે બોલિંગ કરી રહ્યો હતો. બેટ્સમેનને તેના એક બોલ પર જોરદાર ફટકો લાગે છે અને તે બોલ શૌર્યના પ્રાઇવેટ પાર્ટ પર અથડાય છે. આ પછી તે બેભાન થઈ ગયો.

આ દુઃખદ ઘટના બાદ શૌર્યને નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે બોલ સગીરના પ્રાઈવેટ પાર્ટ પર વાગ્યો અને થોડી જ સેકન્ડમાં તે બેભાન થઈને જમીન પર પડી ગયો. આ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!