Gujarat

જો તમે પણ મેમો થી બચવા માટે નંબર પ્લેટ પર ગારો લગાવી ચેડા કરતા હોય તો થઈ જાવ સાવધાન ! અમદાવાદ ટ્રાફિક

આપણે જાણીએ છે કે, ગુજરાતીઓ જુગાડ કરવાના માહીતગાર હોય છે. ખાસ કરીને ટ્રાંફિક પોલીસથી બચવા અનેક પ્રકારના નુસખા અપનાવે છે.જો તમે પણ મેમો થી બચવા માટે નંબર પ્લેટ પર ગારો લગાવી ચેડા કરતા હોય તો થઈ જાવ સાવધાન કારણ કે હાલમાં જ ઇ-મેમોથી બચવા પણ વાહનચાલકો નંબર પ્લેટ સાથે અનેક ચેડાં કરે છે. હાલમાં જ અમદાવાદમાં એક ચોંકાવનાતો કિસ્સો સામે આવ્યો છે જે તમામ વાહન ચાલકો માટે ચેતવણી રૂપ સમાન છે.

મીડિયા દ્વારા મળેલી માહિતી પ્રમાણે નંબર પ્લેટ સાથે ચેડાં કરતા વાહન ચાલકોને શોધવા ટ્રાફિક DCP પૂર્વ સફિન હસનના સ્કોડ દ્વારા શાહીબાગ ખાતે વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે , અમદાવાદમાં એક વાહન ચાલકે ઇ-મેમોથી બચવા બાઇકની આગળની નંબર પ્લેટ પણ છાણ અને પાછળની નંબર પ્લેટ વાળી દીધી હતી અને આ બાબતે જાણ થતાં જ તાત્કાલિક જ પોલીસે વાહન ચાલકને પકડીને તેની વિરુદ્ધમાં મોટર વ્હિકલ એક્ટ તથા છેતરપિંડીનો ગુનો નોંધ્યો છે.

આ ઘટના અંગે વિગતવાર જાણીએ તો પોલિસ સામેથી બાઇક ચાલક પસાર થતો હતો, જેની આગળની નંબર પ્લેટ પર છાણ લગાવ્યું હતું. તેને રોકીને તપાસ કરતા પાછળની નંબર પ્લેટ પણ વાળી દીધી હતી. આ વ્યક્તિની વધુ તપાસ કરતા તેનું નામ મુકેશ રબારી અને નિકોલનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું.

બાઇક ચાલક પાસે બાઇકના કાગળ અને લાયસન્સ પણ નહોતું તથા નંબર પ્લેટ અંગે પૂછતાં પણ કોઈ જવાબ આપ્યો નહતો. બાઇકનો ઇમેમો ના આવે તે માટે જ બાઇકની નંબર પ્લેટ વાળીને તેની સાથે ચેડાં કરવામાં આવ્યા હતા જેથી આ કારણે બાઇક ચાલક સામે કલમ 420 એટલે કે છેતરપિંડી તથા મોટર વ્હિકલ એક્ટ હેઠળ કલમ 177, 181 અને 196 મુજબ કાયદેસરની કાર્યવાહી કરીને શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!