Gujarat

એક ચાવાળાએ મોદીજી 100 રૂપિયા મોકલીને કહ્યું કે દાઢી સેટ કરાવી લો..

જ્યારથી કોરોના આવ્યો છે, ત્યારથી અનેક લોકોએ  રોજગારી ગુમાવી છે, જેના લીધે અનેક લોકોને આર્થિક સમસ્યાઓને સર્જાય છે. હાલમાં જ વ્યક્તિએ દેશના પ્રધાન મંત્રીને પત્ર લખીને મોકલ્યો પરતું સાથોસાથ 100 રૂપિયા મોકલ્યા અને કહ્યું કે દાઢી સેટ કરાવી લો. આપણા દેશમાં એવું પણ થાય છે કે, લોકો દેશના વડાપ્રધાન સામે સીધો જવાબ માંગી શકે છે. અનેક લોકો પત્ર દ્વારા મોદીની ને સવાલ જવાબ કરતા હોય છે, ત્યારે આપણે જાણીએ કે આ વ્યક્તિ શું સવાલ કર્યો હશે

મુંબઈના અનિલ મોરે નામના વ્યકિતએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને 100 રૂપિયા મોકલીને કહ્યું છે કે, લોકડાઉનને કારણે અનેક લોકોના કામ ઠપ્પ થઇ ગયા છે, લોકોના રોજગાર બંધ થઇ ગયા છે, પરંતુ પ્રધાનમંત્રી પોતાની દાઢી વધારી રહ્યા છે. જો તેમણે કઇ વધારવું જ હોય તો રોજગાર વધારે.

અનિલ મોરેએ કહ્યું કે  મારી પોતાની કમાણીમાંથી પ્રધાનમંત્રી મોદીને 100 રૂપિયા મોકલી  રહ્યો છું જેથી તેમની દાઢી બનાવી લે. મોરેએ કહ્યું કે પ્રધાનમંત્રીને કઇંક વધારવાની ઇચ્છા હોય તો રોજગાર વધારે, લોકોના આરોગ્યની સુવિધા માટે વેકસીનેશન સેન્ટર વધારે, લોકોની સમસ્યા ઉકેલવા પર ધ્યાન આપે.

બારામતીમાં એક ખાનગી હોસ્પિટલની બહાર ટી હાઉસ નામથી ચાની દુકાન ધરાવતા અનિલ મોરેની દુકાન છેલ્લાં દોઢ વર્ષથી બંધ છે. આ વાતથી નારાજ થયેલા અનિલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નામે એક પત્ર રજિસ્ટર્ડ કરી દીધો, જેમાં તેમણે એમની માંગ પણ લખી દીધી છે.

લોકડાઉનને કારણે લાખો લોકો પરેશાન છે. તેમણે માંગ કરી છે કે કોરોનાથી જેમના મોત થયા છે તેમના પરિવારોને 5 લાખ રૂપિયાની મદદ કરવી જોઇએ. જો લોકડાઉન આગળ વધે તો તેવા સંજોગોમાં દરેક પરિવારને 30,000 રૂપિયાની મદદ કરવી જોઇએ. હવે આ પત્ર સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!