Gujarat

18 માસની દીકરીના પેટમાં અવિકસિત ભૃણ હતું! કોઈ સારવાર કરવા તૈયાર ન હતું ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલ બની આર્શીવાદરૂપ.

આપણે સૌ કોઈ જાણીએ છે કે, આજના સમયમાં આપણે અનેક બીમારીઓ વિશે જાણીએ છે, જેનો ઇલાજ કરવો ક્યારેક યોગ્ય ન હોય પરંતુ કહેવાય છે ને કે, સમયજતા આધુનિકતાની સાથે અનેક રોગોનું નિવારણ થઈ રહ્યું છે. હાલમાં જ એક એવી ઘટના બની જેને જાણીને તમે પણ ચોંકી જશો.મધ્યપ્રદેશની એક બાળકીના પેટમાં18માસનું ભૃણ હતું અને આ વાત થી પરિવાર અજાણ હતું. જ્યારે આ ઘટના સામે આવી ત્યારે પરિવારનાં લોકો ઉપર તો જાણે આભ ફાટી પડ્યું.

સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, મધ્યપ્રદેશના નીમુચ જિલ્લામાં રહેતા હર્ષિતભાઇ જ્વેલરીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. 18 મહીનાના દીકરી વેદીકાની પેટમાં ગાંઠની તકલીફને લઇને મધ્યપ્રદેશની વિવિધ હોસ્પિટલમાં ધક્કા ખાઇ રહ્યા હતા. દીકરીનું પેટ અચાનક ફૂલી જવાથી તે અત્યંત વેદના સહન કરી રહી હતી. મધ્યપ્રદેશમાં વિવિધ રિપોર્ટસ કરાવતા દીકરીના ગર્ભમાં અવિકસીત ભ્રુણ હોવાનું જાણવા મળ્યું. આ ભ્રુણને દૂર કરવાની સર્જરી અત્યંત પડકારજનક અને જોખમી હોવાથી મધ્યપ્રદેશના તબીબો તૈયાર થયા નહીં.

તેવામાં અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતા તેમના સગાએ ટ્વીટરના માધ્યમથી સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગમાં આ પ્રકારની સર્જરી શક્ય હોવાનું જણાવતા તેમના પિતાએ સિવિલના તબીબનો ટ્વીટરના માધ્યમથી સપર્ક કર્યો અને સિવિલ હોસ્પિટલમાં દીકરી વેદીકાને લઇને આવી પહોંચ્યા. સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગના તબીબો દ્વારા વેદિકાનું સી.ટી. સ્કેન કરાવવામાં આવ્યું. જેમાં દોઢ વર્ષની વેદીકાના પેટમાં 400 ગ્રામનું અવિકસિત ભ્રુણ હોવાનું ચોક્કસ તારણ થયુ.

સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગના વડા ડૉ. રાકેશ જોષી પાસે આ પ્રકારની અત્યંત જટીલ સર્જરી કરવાનો અનુભવ હોવાથી તેમણે પોતાની ટીમ સાથે સમગ્ર સર્જરી સફળતાપૂર્વક પાર પાડવાનું બીડુ ઉપાડ્યું. તજ્ઞ ડોક્ટરોની ટીમ દ્વારા સમગ્ર સર્જરી ૩ કલાકની ભારે જહેમત બાદ સફળતાપૂર્વક પાર પાડીને આ ભ્રુણ દૂર કર્યું. ખરેખર અમદાવાદ સિવિલ હોસ્પિટલની સરહાનીય કામગીરીના સૌ કોઈ વખાણ કરી રહ્યા છે. તમામ ડોકટરોની મહેનત થી બાળકીને એક નવું જીવનદાન મળ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!