રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મહિલાએ એક સાથે ત્રણ બાળકો ને જન્મ આપ્યો, એક પુત્રી અને…

જગતમાં એક સ્ત્રી માટે માતા બનવું એના થી મોટું કોઈ સુખ જ નથી! ઈશ્વર જ્યારે તેના ખોડ હસતો, રમતો બાળક મૂકે છે, એ ક્ષણ સ્ત્રી માટે અદ્ભૂત હોય છે. જ્યારે 9 માસ સુધી પોતાના બાળકોનો ભાર સાચવીને તેમના સંતાનો ને જન્મ આપે છે. બાળક નો જન્મ થવો એ કુદરત ની અદભૂત કળા છે. આજે અમે આપને જણાવીશું એક એવી ઘટના જેમાં એક સ્ત્રી એ એક સાથે ત્રણ બાળકોને જન્મ આપ્યો.

ખરેખર આ ખુશીની ક્ષણ છે. વાત જાણે એમ છે કે,રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સીમા વાઘીયા નામની મહિલાએ ત્રણ બાળકોને જન્મ આપ્યો.મહિલાએ એક પુત્રી અને બે પુત્રને જન્મ આપતા સિવિલ હોસ્પિટલના ડોક્ટરોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. બાળકો અને માતા તંદુરસ્ત હોવાથી ડોક્ટરો પણ રાહત અનુભવી. ઓબ્ઝેર્વેશન પિરિયડ પુરો થતા જ બાળકો અને માતાને રજા આપવામાં આવશે.

પ્રેગનન્સી દરમિયાન રાજકોટમાં આ ભાગ્યે જ જોવા મળતી ઘટના છે. સિવિલના કર્માચારીઓ અને ડોક્ટરોમાં પણ ખુશીનો માહોલ છે. પરિવારમાં બહુ સમય પછી ઘરમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. ભગવાનના આશીર્વાદથી એક સાથે ત્રણ બાળકોનો જન્મ થયો છે. ત્રણેય બાળકો ખૂબ તંદુરસ્ત છે અને મારી દીકરી પણ તંદુરસ્ત છે. સિઝેરિયન ડિલિવરી કરવામાં આવી છે.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *