વલસાડ જીલ્લા કરપાડા તાલુકાના યુવકે લોન લઈને અભ્યાસ કર્યો અને ડેપ્યુટી કલેક્ટર બન્યો..

કહેવાય છે ને કે, અથાગ પરિશ્રમ અને આત્મવિશ્વાસ થી અનેક સપનાઓ ને હકીકતમાં ફેરવી શકાય છે. આજે આપણે વાત કરીશું એક એવા યુવાનની જેને પોતાની આપમેળે અથાગ પરિશ્રમ થકી સફળતા મેળવી.આ સફળતા તેને એમનજ નથી મળી પરતું આ પહેલા તેને નિષફળતાનો સમાનો કરવો પડ્યો હતો પરતું કહેવાય છે ને કે આત્મ વિશ્વાસ હોય તો મેરુ ડગે પણ મન નો ડગે. ખરેખર આ યુવાન એવા દરેક વ્યક્તિઓ માટે પ્રેરણાદાયક છે જેને જીવનમાં કંઈક મેળવવું છે.

હાલમાં જ્યાં જુઓ ત્યાં સોશિયલ મીડિયામાં વલસાડ જિલ્લાના આદિવાસી વિસ્તારના યુવાનની ચર્ચાઓ થઈ રહી છે કારણ કે તેને જે અનોખી સિદ્ધિ મેળવી છે, એ ખૂબ જ વખાણવા લાયક છે.આ યુવાને અગાઉ માત્ર 4 માકર્સને કારણે જીપીએસસીની પરીક્ષામાં સફળતા મળી ન હતી, તાજેતરમાં જાહેર થયેલા પરિણામામાં આ યુવાનને સફળતા મળતાં ડેપ્યુટી કલેકટર સુધીની સફર પૂર્ણ કરી છે. તમને જાણી નવાઈ લાગશે જે આ યુવાનને અભ્યાસ માટે લોન લઈને તૈયારિઓ કરી અને આખરે સફળતા મેળવી.

ગજેન્દ્રકુમાર અરવિંદભાઇ પટેલે શરૂઆતનું પ્રાથમિક શિક્ષણ 1 થી 6 ધોરણ અંભેટી બાંગિયા પ્રાથમિક શાળામાં તથા 8 થી 12 ગોંડલ ખાતે અભ્યાસ (10માં 92.40 ટકા , 12 સાયન્સ માં 84 ટકા ) કર્યો હતો. ત્યારબાદ ઇલેક્ટ્રિકલ એન્જિનીયરિંગ SVNIT સૂરત ખાતે ડિસ્ટ્રીકશન સાથે ઉર્તિણી થયા હતાં અને આજે પોતાનું સપનું સાકાર કર્યું છે.તાજેતરમાં ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા 1 સપ્ટેમ્બરે જાહેર થયેલા પરિણામાં અંભેટીના યુવાનનો કુલ 120માંથી 107મો રેન્ક આવ્યો હતો. જયારે એસટી કેગેટરીમાં ત્રીજા ક્રમે રહ્યો હતો.

આ યુવાન દરેક યુવાનો માટે પ્રેરણા છે. જે વ્યક્તિઓની આર્થિક પરિસ્થિતિ નબળી હોવા છતાં જેમનાં સપના અધૂરા રહી જાય છે.તેમના માટે આ યુવાન ખૂબ જ ખાસ ઉદાહરણ છે કે કંઈ રીતે સપનાને હકિકતમાં ફેરવી શકાય છે.આ યુવાનના પિતા નિવૃત શિક્ષક છે. જયારે માતા ગૃહિણી છે. ગજેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ક્ષમતા એ વ્યક્તિ જાતે નિશ્ચિત કરે છે આથી વ્યક્તિ એ ક્ષમતાનો ગુલામ નથી પરંતુ ક્ષમતાએ વ્યક્તિની ગુલામ છે. મેહનત ચાલુ રાખો અને પોતાના પર વિશ્વાસ રાખો તમને જરૂર સફળતા મળશે.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *