કોરોનામાં પત્નીનું મુત્યુ થતાં પતિએ પોતાનું જીવન ટૂંકાવ્યું!સુસાઇડ નોટમાં કારણ જણાવ્યું…
આપણે સૌ કોઈ એ વાત જાણીએ છે કે, કોરોનાની મહામારીમાં અનેક લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. આ દુઃખ સહન કરવું એ કોઈ પણ વ્યક્તિ માટે સરળ ન હતું. એવા અનેક બનાવ બનેલા છે કે, પોતાના સ્વજનના દુઃખ ની પાછળ પોતાનો જીવ પણ ન્યોછાવર કરતા નથી અચકાતા લોકો. હાલમાં જ જૂનાગઢ શહેરના કેશોદ તાલુકાના અગતરાય ગામમાં એક આવી જ દુઃખ દાયક અને હૃદય સ્પર્શી ઘટના ઘટી છે.
લગ્નના બંધનમાં બંધાયેલ નવયુગલ અગ્નિની સાક્ષી એ વચનો લઈ છે, જીવનના અંત સુધી સાથે રહેવાનો અને ખરેખર એવા ઘણા દંપતીઓ હોય છે,જે જીવનના અંત સુધી સાથ આપે છે. આ દંપતી એક એવું ન ઉત્તમ ઉદાહરણ છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે,
આર્થિક રીતે3 સધ્ધર એવા સિંગદાણાના વેપારીએ કોરોનામાં મુત્યુ પામેલ પત્નીનાં દુઃખ થી ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આ અંગે જાણ થતાં જ વેપારીને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયો હતો જ્યાં ડોક્ટરોએ મૃત જાહેર કર્યો હતો.
સુત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, 46 વર્ષીય રમેશભાઈ ભીમજીભાઈ હદવાણી સિંગદાણાના કારખાનું ધરાવે છે. કારખાનામાં જ ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. સ્થાનિક લોકોને જાણ થતાં જ તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ખાસ વાત એ હતી કે, મૃતક પોતાનું દુઃખ એ નોટમાં લખ્યું હતું અને જેમાં આપઘાતનું કારણ પણ જણાવેલ. ખરેખર આ ઘટના ખૂબ જ દુઃખ દાયક છે.
સુસાઇડ નોટમાં લખ્યું કે, પત્નીનાં ગયા પછી જીવન જીવવાનો કોઈ રસ નથી અને પોતાના માતાપિતાને કામ કરતા જોઈ શકતા નથી.પોતાના દીકરાને જ્યાં નોકરી કરવાની ઈચ્છા હોય ત્યાં કરવા દેજો. મારી પાસે કોઈ પૈસા માંગતું નથી અને મારે ગામના ઘણા લોકો પાસે પૈસા લેવાના છે.આવી તમામ વાતો સુસાઈડ નોટમાં લખેલ છે.આ આત્મ હત્યા તેમને જાતે જ કરી છે.