પટેલ યુવકે આપઘાત કર્યો

રાજ્ય મા રોજ અકસ્માતો ના બનાવો બની રહ્યા છે. ત્યારે ફરી એક યુવક નો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. આણંદ જિલ્લાના કુંજરાવ નો 28 વર્ષનો કેવલ પટેલ કુરિયર પાર્સલ સેવાની ફર્મમાં ભાગીદારીમાં ધંધો કરતા યુવક 100 ફુટ ઉપર રેલવે બ્રીજ પરથી કુદી જીવન ટુકાવયુ હતુ.

આ અંગે જાણવા મળતી વિગતો અનુસાર આણંદ જિલ્લાના કુંજરાવ નો 28 વર્ષીય યુવાન કેવલ મનોજભાઈ પટેલ રહસ્યમય રીતે ગુમ થયા બાદ શનિવારે સવારે તેનો મૃતદેહ ફાજલપુર નજીક મહી નદીમાંથી મળતાં નંદેશરી પોલીસે તપાસ હાથ ધરી હતી. અને તપાસ કરાતા માલુમ પડ્યુ હતું કે 23 મી તારીખે એક યુવકે રેલ્વે બ્રીજ પર થી કુદી પાણી મા ઝંપલાવ્યુ હતુ.

શનિવારે વહેલી સવારે એક ડેડબોડી ફાજલપુર નજીકથી પસાર થતી મહી નદીમા પડ્યો હોવાની માહિતી મળતાં ત્યાં હોડી ચલાવતા યુવકો અને ગ્રામજનો દોડી ગયા હતા. નંદેશરી પોલીસ પણ સ્થળ પર દોડી આવી હતી. હોડી ચલાવતા યુવકોએ 23મી તારીખે રેલવે બ્રિજ પરથી ઝંપલાવનાર યુવકને ઓળખી બતાવતાં પોલીસે તેઓના પરિવારજનોને જાણ કરી હતી.

અને પોલીસ તપાસ મા જાણવા મળ્યુ હતુંકે યુવક આણંદ જીલ્લા નો કેવલ મનોજભાઈ પટેલ છે અને જેની ઉમર 28 વર્ષ ની છે કેવલ પટેલ ના લગ્ન ગયાં લોક ડાઉન ના સમય મા સાદી રીતે થયા હતા અને તેના ફરી લગ્ન ધામધુમ થી જાન્યુઆરી મા કરવાના હતા જ્યાંરે તેમના બહેન વિદેશ થી આવે ત્યારે.

આ ઘટના મા કેવલે 100 ફુટ ઉપર ના રેલવે બ્રીજ પર થી છલાંગ લગાવી ત્યારે માછીમારી કરતા ભાઈઓએ બુમરાણ મચાવી હતી. જેના કારણે બોટ વાળા ભાઈઓ તે તરફ બોટ લઈ ગયા હતા. પરંતુ ઘણા ઉચે થી છલાંગ લગાવી હોવાથી ઉંડા પાણી મા ગરકાવ થય ગયો હતો અને તરતા નહોતુ આવડતુ એટલે બચી શક્યો નહોતો.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *