Gujarat

જાણો કોરોનાની ત્રીજી લહેર કેવી હશે! આ બાબતનું ખાસ ધ્યાન રાખજો.

કોરોનાની મહામારી થી આપણે સૌ કોઈ વાકેફ છીએ કે, કોરોનાની પહેલીવાર જ્યારે દસ્તક દીધી ત્યારે આપણે સમયસર લોકડાઉનલોડના લીધે સુરક્ષિત થઈ ગયા હતા પણ ત્યારબાદ ફરી એકવારજ્યારે આપણી રોજિંદા લાઈફમાં વ્યસ્ત થઈ ગયા ત્યારે કોરોનાની બીજી લહેર આવી અને એવું સંકટ સર્જાયું જે પરિસ્થિતિથી આપણે સૌ કોઈ વાકેફ છીએ. કહેવાય છે કે હવે ફરી એકવાર કોરોનાની ત્રીજી લહેર આવી રહી છે ત્યારે ચિંતાનો વિષય એ બને છે કે આખરે કેવી હશે કોરોનાની ત્રીજી લહેર ?

તબીબો દ્વારા સામાન્ય રીતે એવું કહેવામાં આવી રહ્યું છે કે જેટલી મોટી સંખ્યામાં લોકોનું વેક્સીનેશન થશે એટલી જ ત્રીજી લહેરની અસર ઓછી રહેશે. હજુ પણ આપણા પાસે સમય છે કે, સમયસર કોરોનાની રસી અવશ્ય લઈએ.
વેક્સીનેશનને લઇ કેન્દ્ર સરકાર દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે ડિસેમ્બર સુધીમાં દેશમાં દરેક નાગરિકોનું વેક્સીનેશન પૂરુ થઇ જશે.

લગભગ 85 ટકા એક્સપર્ટ્સનું કહેવું છે કે,ભારતમાં ત્રીજી લહે૨ ઓક્ટોબર મહિના સુધીમાં આવી શકે છે. અમુકે સપ્ટેમ્બર અને ઓગસ્ટ મહિનામાં પણ ત્રીજી લહેરના પ્રભાવ શરૂ કરવાની વાત કરી છે. જોકે લગભગ 70 ટકા એક્સપર્ટ્સનું માનવું છે કે બીજી લહેરની તુલનામાં ત્રીજી લહેરનો સામનો ભારત પ્રભાવી રીતે કરી શકશે.

આ ઉપરાંત વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અને એમ્સની સ્ટડીમાં સામે આવ્યું કે ત્રીજી લહેરનો પ્રભાવ બાળકો પર વધારે પડશે નહી. આ પહેલા સુધી સતત આશંકાઓ જાહેર કરવામાં આવી રહી છે કે ત્રીજી લહેર બાળકો પર ખતરનાક અસર પાડી શકે છે, ત્યારે હાલમાં હજુ આપણી પાસે સમય છે કે વેક્સીન લઈએ અને સમજદારી દાખવીએ જેથી કરીને બીજી લહેરમાં આપણે જેવી બેદરકારી દાખવી એવી ભૂલ ફરી ન કરીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!